રિપોર્ટ / કરન જોહરની દેશભક્તિ ફિલ્મમાં શાહિદ કપૂર-આલિયા ભટ્ટ કામ કરશે

Shahid Kapoor-Alia Bhatt will be working in Karan Johar's patriotic film: report

Divyabhaskar.com

Feb 13, 2020, 01:32 PM IST

મુંબઈઃ શાહિદ કપૂર હાલમાં તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિંદી રીમેકમાં કામ કરી રહ્યો છે. હવે, ચર્ચા છે કે શાહિદ કપૂરે પોતાની નવી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ કરન જોહર બનાવે છે અને ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ છે.

શું છે ચર્ચા?
આ ફિલ્મને નવા જ ડિરેક્ટર ડિરેક્ટ કરશે. આ ઉપરાંત ફિલ્મ દેશભક્તિ પર આધારિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શાહિદ કપૂરને એક્શન મૂવી ઘણી જ પસંદ છે અને તે આ ફિલ્મનો હિસ્સો બનીને ઘણો જ ખુશ છે. આ ફિલ્મ માટે તેણે વજન વધારવું પડશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેના થોડા મહિના પહેલાં જ શાહિદ ફિલ્મની તૈયારીઓ શરૂ કરશે. આ ફિલ્મ જૂન-જુલાઈમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. હાલમાં પ્રિ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં આલિયા, શાહિદ તથા કરન જોહરે ફિલ્મ ‘શાનદાર’માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.

વર્ષની શરૂઆતમાં સેટ પર ઘાયલ થયો હતો

વર્ષની શરૂઆતમાં શાહિદ કપૂર ચંદીગઢમાં ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ કરતો હતો અને તેને બોલ વાગ્યો હતો, જેને કારણે શાહિદને હોઠની નીચેના ભાગમાં 13 ટાંકા આવ્યા હતાં. શાહિદ ઈજાગ્રસ્ત થતા તે તાત્કાલિક મુંબઈ આવી ગયો હતો અને અહીંયા થોડો સમય આરામ કર્યો હતો. સાજા થયા બાદ શાહિદે ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં શરૂ કરી દીધું છે.

28 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
તેલુગુ ફિલ્મ ‘જર્સી’માં સાઉથ એક્ટર નાની લીડ રોલમાં હતો. ફિલ્મમાં તેણે અર્જુનનો રોલ પ્લે કર્યો હતો. ઇન્ડિયન ક્રિકેટમાં કંઈક મોટું કરવા માટે તે જે સ્ટ્રગલ કરે છે, તેની આસપાસ સ્ટોરી વણાય છે. 36 વર્ષની ઉંમરે એક ફેઈલ ક્રિકેટર પરિસ્થિતિને આધીન થઈને ગેમમાં પરત ફરે છે અને તે કઈ રીતે આગળ વધે છે તે જ ફિલ્મની સ્ટોરી છે. શાહિદની આ ફિલ્મ 28 ઓગસ્ટે રિલીઝ થશે.

X
Shahid Kapoor-Alia Bhatt will be working in Karan Johar's patriotic film: report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી