તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ધ ફર્ગોટન આર્મી’માં શાહરુખ ખાનનો અવાજ સાંભળવા મળશે, ફી લીધા વગર નરેશન કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વેબ સીરિઝ ‘ધ ફર્ગોટન આર્મી’ના ડિરેક્ટર કબીર ખાન એક્ટર શાહરુખ ખાન સાથે ભારતીય સેના પર ફિલ્મ બનાવવા ઈચ્છા હતાં. તેમણે હાલમાં જ કહ્યું હતું કે વેબ સીરિઝમાં તેઓ પહેલાં શાહરુખ ખાનને લેવા ઈચ્છતા હતાં પરંતુ તેની સાથે વાત ફાઈનલ થઈ નહીં. કબીર ખાને એ પણ ખુલાસો કર્યો હતો કે શાહરુખે સીરિઝમાં નરેશન આપ્યું છે અને તે માટે એક પણ રૂપિયો લીધો નથી. ‘ધ ફર્ગોટન આર્મી’માં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજની વાત કરવામાં આવી છે.

શાહરુખે વોઈસ ઓવર કર્યું
કબીરે કહ્યું હતું કે આ સીરિઝ માટે શાહરુખ ખાને વોઈસ ઓવર કર્યું છે. દરેક એપિસોડની શરૂઆતમાં શાહરુખે ઈન્ટ્રોમાં પોતાનો અવાજ આપ્યો છે. વધુમાં કબીરે કહ્યું હતું કે તે ઈચ્છતો હતો કે આ સીરિઝમાં શાહરુખ ખાન કામ કરે અને આ માટે ઘણીવાર મિટિંગ પણ થઈ હતી પરંતુ મેળ પડ્યો નહોતો. આથી જ તેઓ ઈચ્છતા હતાં કે શાહરુખ સીરિઝમાં વીઓ આપે.
કબીરે આગળ કહ્યું હતું કે શાહરુખ ખાનના પિતા શાહનવાઝ ખાન ઈન્ડિયન આર્મીમાં હતાં અને તેથી જ તે ઈચ્છતાં હતાં કે શાહરુખ તેની સીરિઝમાં નરેટર તરીકે કામ કરે. જોકે, આટલા મોટા સુપરસ્ટારને વીઓ માટે મનાવવા સહેલા નથી. જોકે, તે માની ગયો હતો. 
‘ધ ફર્ગોટન આર્મી’માં લે. સોઢી તથા તેમની ટીમની વાત કહેવામાં આવી છે. સીરિઝમાં સન્ની કૌશલ તથા શરવરી વાઘ લીડ રોલમાં છે. આ સીરિઝ પાંચ એપિસોડની છે. 

શાહરુખ છેલ્લે ‘ઝીરો’માં જોવા મળ્યો હતો
શાહરુખ ખાન વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા તથા કેટરીના કૈફ હતાં. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ શાહરુખે હજી સુધી એક પણ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો