લુક / ‘દરબાર’ ફિલ્મનો રજનીકાંતનો સેકન્ડ લુક સામે આવ્યો, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

Second look released of Rajinikanth from movie Darbar
Second look released of Rajinikanth from movie Darbar

Divyabhaskar.com

Sep 11, 2019, 06:31 PM IST

બોલિવૂડ ડેસ્ક: રજનીકાંત સ્ટારર ‘દરબાર’ ફિલ્મનો તેમનો સેકન્ડ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પોલીસ ડ્રામામાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળ્યા છે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.

‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે જેને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી બિઝનેસમેનના વિલનના રોલમાં છે. ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટી વચ્ચે મેજર ફેસ ઓફ જોવા મળશે. સુનિલ શેટ્ટીએ અગાઉ પણ ઘણી સાઉથ ફિલ્મો કરી છે.

X
Second look released of Rajinikanth from movie Darbar
Second look released of Rajinikanth from movie Darbar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી