તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાન્યા મલ્હોત્રાએ ઓસ્કર એવોર્ડ વિજેતા પ્રોડ્યૂસર ગુનીત મોન્ગાની ફિલ્મ ‘પગલૈટ’નું શૂટિંગ પૂરું કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ઓસ્કર એવોર્ડ વિજેતા શોર્ટ ડોક્યુમેન્ટરી ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’નાં પ્રોડ્યૂસર ગુનીત મોન્ગાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી છે. ‘પગલૈટ’ નામની હિન્દી ફિલ્મને તે પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે. સાન્યાએ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટીમ સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, ‘જલ્દી મિલતે હૈ આપકે નઝદીકી સિનેમા ઘરોં મેં.’

સાન્યા મલ્હોત્રાએ ‘દંગલ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ તેણે ‘પટાખા’, ‘બધાઈ હો’ અને ‘ફોટોગ્રાફ’ જેવી ફિલ્મોમાં કામ કરી લીધું છે. ફિલ્મની સ્ટોરી વિશે હાલ તો કોઈ માહિતી બહાર આવી નથી પણ અગાઉ ગુનીતે અમેરિકન સેન્ટરમાં ‘નેટફ્લિક્સ’ દ્વારા યોજાયેલા ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’ના સ્ક્રીનિંગ દરમ્યાન જણાવ્યું હતું કે, ‘અમે એક હિન્દી ફિલ્મ કરી રહ્યા છીએ. આ સ્ટોરી એક નાના ગામની છોકરીની છે. હું ટેલેન્ડટેડ સાન્યા સાથે કામ કરવા આતુર છું.’ ફિલ્મની સ્ટોરી કમિંગ ઓફ એજ એટલે કે અણસમજુમાંથી સમજુ થતી છોકરીની છે. સાન્યા અને ગુનીત વચ્ચેનું કોમન ફેક્ટર દિલ્હી છે. ગુનીત મોન્ગા તેના પ્રોડક્શન હાઉસ ‘શિખ્યા એન્ટરટેઈનમેન્ટ’ હેઠળ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મના ડિરેક્ટર ઉમેશ બિસ્ટ છે. આ સિવાય સાન્યા મલ્હોત્રા ‘શંકુતલા દેવી : હ્યુમન કમ્પ્યુટર’ ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો