તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજય ગુપ્તાની ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’માં જ્હોન અબ્રાહમનો ઈન્ટેન્સ લુક જોવા મળ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ જ્હોન અબ્રાહમે આગામી ફિલ્મ ‘મુંબઈ સાગા’માં ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો છે. મેકર્સે જ્હોનનો  ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.
ડિરેક્ટર સંજય ગુપ્તાએ આ ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘મુંબઈ સાગા’ની મારી સૌથી મનપસંદ ક્ષણોમાંથી એક અને અબ્રાહમ આ પહેલાં ક્યારેય આવો લાગ્યો નથી.

‘મુંબઈ સાગા’ 80ના દાયકાના ગેંગસ્ટર ડ્રામા પર આધારિત છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, પ્રતિક બબ્બર જેવા કલાકારો છે. ઈમરાને ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કર્યો છે. ગયા વર્ષે ઈમરાન પોલીસ યુનિફોર્મમાં હોય તે લુક શૅર કરવામાં આવ્યો હતો.  સંજયે ફિલ્મને લઈને કહ્યું હતું કે ઘણાં લોકોને ખ્યાલ નથી કે મુંબઈ કેવી રીતે આજનું મુંબઈ બન્યું છે. આ જ વાત ફિલ્મને રસપ્રદ બનાવે છે અને જેને જોયા બાદ તમે બોલી ઊઠશો કે ઓહ માય ગોડ. વધુમાં સંજયે કહ્યું હતું કે ઈજા થઈ હોવા છતાંય જ્હોને શૂટિંગ કર્યું હતું. જ્હોને પોતાની ઈજાની વાત કહી નહોતી અને તેણે એક્શન સીક્વન્સ શૂટ કરી હતી. જોકે, લાસ્ટ શિડ્યૂઅલના બે અઠવાડિયામાં ઘણી જ એક્શન સીક્વન્સ છે અને તેથી જ આ સીક્વન્સનું શૂટિંગ આવતા મહિને કરવામાં આવશે.  સંજય ગુપ્તાએ ‘શૂટઆઉટ એટ વડાલા’ તથા ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ડિરેક્ટ કરી હતી. સંજય ગુપ્તાનેએ હાલમાં જ બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે અને તેમણે કહ્યું હતું કે ‘મુંબઈ સાગા’ તેમના માટે મહત્ત્વકાંક્ષી ફિલ્મ છે. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરે છે અને ફિલ્મ 19 જૂને રિલીઝ થશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો