રિલેશનશિપ / સંજય દત્તે કહ્યું, માન્યતાનું ધ્યાન માત્ર પોતાના કામ તથા પરિવારમાં જ છે

sanjay dutt busy with film prasthanam promotion and talked about his wife
X
sanjay dutt busy with film prasthanam promotion and talked about his wife

Divyabhaskar.com

Sep 11, 2019, 10:38 AM IST
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સંજય દત્ત હાલમાં પોતાની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને સંજય દત્તે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવી છે. સંજયે પ્રમોશન દરમિયાન પત્નીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે જ્યારે તે જેલમાં હતો ત્યારે પત્ની માન્યતાએ પરિવાર તથા બિઝનેસ સંભાળ્યો હતો.

સંજય દત્ત-માન્યતાએ શું કહ્યું?

સંજય દત્તે કહ્યું હતું કે તેને તેની પત્ની પર ગર્વ છે. જ્યારે તે જેલમાં હતો ત્યારે માન્યતાએ તેનો પરિવાર તથા બિઝનેસ સંભાળ્યો હતો. માન્યતાનું હંમેશાથી ધ્યાન ઘર, પરિવાર, બાળકો તથા કામ પર રહ્યું છે. પિતાના અવસાન બાદ માન્યતાએ જ તેને સંભાળ્યો છે. તે હંમેશા તેની સાથે રહી અને દરેક વખતે સાથ આપ્યો છે.

માન્યતાએ કહ્યું હતું કે અનેક લોકો એમ સમજે છે કે તેને કારણે સંજયનું જીવન અટકી ગયું છે પરંતુ તે એમ કહેવા માગે છે કે સંજય તથા તે એકબીજાના જીવનમાં આવતી મુસીબતોને અટકાવે છે. જ્યારે સંજય જેલમાં હતો ત્યારે પણ તેને બાળકોની ચિંતા રહેતી હતી. વધુમાં માન્યતાએ કહ્યું હતું કે સુનીલ દત્ત હંમેશાંથી સંજયને લઈ ચિંતામાં રહેતાં હતાં. અફસોસ છે કે જ્યારે સંજય પરથી આતંકીનું ટેગ હટ્યું, ત્યારે તેઓ જીવિત નહોતાં.

માન્યતાએ દીકરી ઈકરાને લઈને કહ્યું હતું કે તેને પેઈન્ટિંગનો ઘણો જ શોખ છે અને દર વખતે તેના પેઈન્ટિંગ્સ સ્કૂલ મેગેઝીનમાં પસંદ પામે છે. માન્યતા દીકરીના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન કરવા માગે છે. તો દીકરા શાહરાનને સ્પોર્ટ્સમાં વધુ રસ હોવાનું માન્યતાએ કહ્યું હતું. શાહરાનને ફૂટબોલ, ક્રિકેટ તથા તાઈક્વાંડોમાં રસ છે.

સંજયે પોતાના નેકસ્ટ પ્રોજેક્ટ અંગે વાત કરતાં કહ્યું હતું કે તે ‘કિટી’ નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જોકે, આમાં તે પ્રોડ્યૂસર તરીકે જોડાયેલો છે. હોમ પ્રોડક્શન ફિલ્મ ‘વર્જિન બાબા’ તથા ‘પંડિત ગલી કા અલી’માં એક્ટર તરીકે જોવા મળશે. આ ઉપરાંત સંજય દત્ત ‘પાનીપત’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, ‘શમશેરા’, ‘કેજીએફ 2’ તથા ‘સડક 2’માં જોવા મળશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી