ચર્ચા / ‘કબીર સિંહ’ ફૅમ ડિરેક્ટર સંદિપ રેડ્ડીની બોલિવૂડ ફિલ્મમાં રણબીર કપૂર કામ કરે તેવી શક્યતા

Sandeep Reddy Vanga may commence next Bollywood project with Ranbir Kapoor

Divyabhaskar.com

Sep 11, 2019, 12:03 PM IST

મુંબઈઃ તેલુગુ ફિલ્મમેકર સંદિપ રેડ્ડી વાંગાએ આ વર્ષે ફિલ્મ ‘કબીર સિંહ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર લીડ રોલમાં હતો. હવે, ચર્ચા છે કે સંદિપ પોતાની બીજી બોલિવૂડ ફિલ્મ રણબીર કપૂર સાથે બનાવશે.

સંદિપે ભૂષણ કુમારને ફિલ્મની સ્ટોરી કહી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ સંદિપે ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર સાથે એક મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સંદિપે ભૂષણ કુમારને ફિલ્મની વાર્તા કહી હતી, જે ભૂષણ કુમારને ઘણી જ પસંદ આવી છે. આ ઉપરાંત મિટિંગમાં ફિલ્મની સ્ટાર-કાસ્ટને લઈને પણ ચર્ચા થઈ હતી, જેમાં રણબીર કપૂરને ફાઈનલ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

રણબીરને પણ ફિલ્મ પસંદ આવી
રણબીરને પણ આ ફિલ્મનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોવાની ચર્ચા છે. સંદિપ તથા રણબીર ટૂંક સમયમાં આ ફિલ્મની વધુ ચર્ચા કરવા માટે ભેગા થવાના છે. જો રણબીરે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી તો પણ આ ફિલ્મનું શૂટિંગ તરત શરૂ થઈ શકશે નહીં. હાલમાં રણબીર પાસે ‘બ્રહ્માસ્ત્ર’ તથા ‘શમશેરા’ એમ બે ફિલ્મ્સ છે. આ ઉપરાંત લવ રંજનની ફિલ્મમાં પણ રણબીર બોલિવૂડ એક્ટર અજય દેવગન તથા એક્ટ્રેસ દીપિકા સાથે કામ કરવાનો છે.

X
Sandeep Reddy Vanga may commence next Bollywood project with Ranbir Kapoor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી