તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Salman Khan's Kabhi Eid Kabhi Diwali Plot Revealed, Film Will Relevant To The Present Politics In India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલમાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નો પ્લોટ સામે આવ્યો, દેશની હાલની રાજનીતિ પર આધારિત સ્ટોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાને 10 જાન્યુઆરીના રોજ ટ્વિટર પર તેની નવી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નું અનાઉન્સમેન્ટ કર્યું હતું. તે ફિલ્મના રાઇટર અને પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા છે. આ ફિલ્મ આવતા વર્ષે 2021માં ઈદ પર રિલીઝ થશે. રિપોર્ટ્સ મુજબ ડિરેક્ટર ફરહાદ સામજીની આ ફિલ્મનો પ્લોટ સામે આવ્યો છે. બોલિવૂડ હંગામાએ ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રોના હવાલે લખ્યું કે ફિલ્મની સ્ટોરી હાલની રાજનીતિ આસપાસ તૈયાર કરવામાં આવી છે.

હિન્દુ- મુસ્લિમ એકતાનો મુદ્દો ઉઠાવશે 
રિપોર્ટ મુજબ, હાલની પરિસ્થિતિ મુજબ અત્યારે શાંતિનો સંદેશ આપવાની જરૂર છે. સિનેમા ધર્મનિરપેક્ષતા માટેનું ઘણું મહત્ત્વનું પાસું છે. ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મ અગાઉની યશ ચોપરાની ફિલ્મો ‘ધર્મપુત્ર’ અને ‘ધૂલ કે ફૂલ’ જેવો અનુભવ કરાવશે. હિન્દુ- મુસ્લિમ એકતાનો મુદ્દો ઉઠાવશે

સલમાનના પરિવાર જેવો પ્લોટ 
આ પ્લોટ સલમાનની ફેમિલી જેવો છે. સલમાનના પિતા સલીમ ખાન મુસ્લિમ છે, માતા સુશીલા ચરક (સલમા) હિન્દુ, બીજી માતા હેલન ખ્રિસ્તી છે. ફિલ્મની સ્ટોરી પણ કંઈક આવી જ હશે. એક એવા પરિવારના ઉતાર- ચડાવને દેખાડશે જે ઈદ અને દિવાળી બંને ઉજવે છે. આ એકતા અને ભાઈચારા માટે સલમાનનું ટ્રિબ્યુટ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો