મોશન પોસ્ટર / સલમાન ખાને રજનીકાંત સ્ટારર ‘દરબાર’ ફિલ્મનું હિન્દી મોશન પોસ્ટર રિલીઝ કર્યું, લખ્યું - એકમાત્ર સુપરસ્ટાર

Salman Khan released Hindi motion poster of rajinikanth starer Darbar

Divyabhaskar.com

Nov 07, 2019, 06:05 PM IST

બોલિવૂડ ડેસ્ક: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મનું મોશન પોસ્ટર ચાર ભાષામાં રિલીઝ થયું છે. હિન્દી મોશન પોસ્ટર સલમાને ખાને રિલીઝ કર્યું છે. જ્યારે કમલ હાસને તમિળ, મોહનલાલે મલયાલમ પોસ્ટર અને મહેશ બાબુએ તેલુગુ મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. સલમાને પોતાના સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કરી લખ્યું કે, ‘સુપરસ્ટાર નહીં પણ એકમાત્ર સુપરસ્ટારને શુભકામનાઓ. રજની ગુરુ ફુલ મોશનમાં.’

મોશન પોસ્ટરમાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં દેખાયા છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળ્યા છે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.

‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે જેને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલના રોજ રિલીઝ થશે.

X
Salman Khan released Hindi motion poster of rajinikanth starer Darbar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી