સ્ક્રીનિંગ / સલમાન ખાને 1947ના ભાગલામાંથી પસાર થયેલ પરિવારો માટે ‘ભારત’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું

Divyabhaskar.com

Jun 13, 2019, 04:21 PM IST

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ ભારત 5 જૂને ઈદના દિવસે રિલીઝ થઇ હતી. રિલીઝના માત્ર 6 જ દિવસમાં ફિલ્મની કમાણી 150 કરોડના આંકડાને પાર કરી ગઈ હતી. ભારત ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલાનો સીન પણ બતાવવામાં આવ્યો છે. સલમાન ખાને એવા પરિવારો માટે ‘ભારત’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું જેઓ 1947ના ભારત-પાકિસ્તાનના ભાગલાના સમયમાંથી પસાર થયા હતા.

સલમાન ખાન સાથે ફિલ્મની લીડ એક્ટ્રેસ કેટરીના કૈફ પણ આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહી હતી અને પરિવારોને મળી હતી. સલમાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં લખ્યું કે, ‘ભારતનું સ્પેશિયલ સ્ક્રીનિંગ એવા સાચા પરિવારો માટે જેઓ 1947ના ભાગલાના અનુભવમાંથી પસાર થયા છે. તેમને બધાને મળીને ગર્વ અનુભવી રહ્યો છું. સલામ છે અસલી ભારત પરિવારોને.’

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી