સેલેબ લાઈફ / સૈફે પૂર્વ પત્નીની પ્રશંસા કરતાં કહ્યું, તે એક માત્ર વ્યક્તિ હતી, જેણે કામને ગંભીરતાથી લેતાં શીખવ્યું

Saif praised the ex-wife and said, Was only person who taught me to take it seriously’
X
Saif praised the ex-wife and said, Was only person who taught me to take it seriously’

Divyabhaskar.com

Nov 08, 2019, 01:19 PM IST
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પહેલી પત્ની તથા સ્વ. પિતા અંગે વાત કરી હતી. સૈફે પૂર્વ પત્ની અમૃતા સિંહને લઈને કહ્યું હતું કે તે જ એક માત્ર હતી, જેણે કામને ગંભીરતાથી લેતા શીખવ્યું હતું. 

સૈફ અલી ખાને શું કહ્યું?

1. અમૃતાએ સૈફને સલાહ આપી હતી

સૈફે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ઘરેથી ભાગી ગયો હતો અને 20 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યાં હતાં. તે તેની પહેલી પત્ની અમૃતાને આ વાતનું શ્રેય આપે છે કે તે એકમાત્ર વ્યક્તિ હતી, જેણે કામને ગંભીરતાથી લેતા શીખવ્યું હતું. અમૃતાએ તેને શીખવ્યું હતું કે જો લક્ષ્ય પર હસશો તો ક્યારેય તેને હાંસિલ કરી શકશો નહીં. ત્યારબાદ તેને ‘પરંપરા’ ફિલ્મ મળી હતી. યશ ચોપરાના ડિરેક્શનમાં બનેલી સૈફની આ ડેબ્યૂ ફિલ્મ 1994મા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુનીલ દત્ત, વિનોદ ખન્ના, આમિર ખાન તથા રવિના ટંડન હતાં. 

2. અમૃતાએ કહ્યું હતું, પોતાની પર વિશ્વાસ રાખવો

સૈફે વધુમાં કહ્યું હતું કે જ્યારે તેને ફરહાન અખ્તરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈં’ મળી ત્યારે તે પોતાના પાત્રને લઈ અવઢવમાં હતો. તેને ખ્યાલ નહોતો કે તે આ પાત્રને કેવી રીતે નિભાવે. ત્યારે અમૃતાએ તેને પોતાના પર વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી. સૈફના મતે, તે દરેકને પૂછતો કે તે ફિલ્મમાં સમીરનું પાત્ર કેવી રીતે ભજવે? ત્યાં સુધી કે આમિર ખાને પણ તેને સલાહ આપી હતી. જોકે, અમૃતાએ તેને કહ્યું હતું કે શા માટે દરેક વ્યક્તિને આ પાત્ર અંગે પૂછવું જોઈએ? આ પાત્રને તેણે તેની રીતે ભજવવું જોઈએ. સૈફે અમૃતાની સલાહ માની અને સીમર આધુનિક સિનેમાના લોકપ્રિય પાત્રોમાંથી એક બની ગયું. 

3. 2004મા સૈફ-અમૃતાના ડિવોર્સ થયા

સૈફે 1991મા 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યાં હતાં અને બંનેને એક દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે. વર્ષ 2004મા બંનેએ ડિવોર્સ લીધા હતાં. વર્ષ 2012મા સૈફે 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરો તૈમુર છે. 

4. પટૌડી પેલેસ લેવા માટે પૈસા આપ્યા

સૈફ અલી ખાને પિતા મન્સૂર અલી ખાનને લઈને પણ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે પિતાના નિધન બાદ પટૌડી પેલેસ ભાડે આપી દેવામાં આવ્યો હતો. પેલેસને નીમરાણા હોટલ્સના અમરનાથ તથા ફ્રાન્સિસ ચલાવતા હતાં. જ્યારે ફ્રાન્સિસનું નિધન થયું તો નીમરાણા હોટલ્સે તેને કહ્યું હતું કે જો તમારે પટૌડી પેલેસ પરત જોઈ તો હોય તો પૈસા આપીને લઈ શકે છે. આ સમયે તેણે ફિલ્મમાંથી જેટલા પણ પૈસા કમાયા હતાં, તે બધા જ આ પેલેસ ખરીદવા માટે ખર્ચ કર્યાં હતાં. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી