તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Saif Ali Khan And Kareena Will Get Rs 1.5 Crore To Attend The Event In Just Three Hours

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૈફ અલી ખાન તથા કરીનાને ઈવેન્ટમાં માત્ર ત્રણ કલાક હાજરી આપવાના 1.5 કરોડ રૂપિયા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સૈફ અલી ખાન તથા કરીના કપૂર દીકરા તૈમુર સાથે વેકેશન મનાવીને ભારત પરત ફર્યાં છે. સૈફ તથા કરીના આજે (13 જાન્યુઆરી) એક ઈવેન્ટમાં ત્રણ કલાક હાજરી આપવાના છે. આ ઈવેન્ટમાં બંને બેબી કેરની પ્રોડક્ટ પ્રમોટ કરવાના છે અને આ ત્રણ કલાક માટે બંનેને 1.5 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે.

દીકરાની લોકપ્રિયતાને કારણે બેબી કેરે સંપર્ક કર્યો
તૈમુર અલી ખાનની લોકપ્રિયતાને કારણે જાણીતી બેબી કેર બ્રાન્ડે સૈફ અલી ખાન તથા કરીનાનો સંપર્ક કર્યો હતો. આજે તેઓ માત્ર ત્રણ કલાક ઈવેન્ટમાં હાજરી આપશે અને તેમને 1.5 કરોડ રૂપિયા મળશે. 

બેબી કેરના હેડ છેલ્લાં એક વર્ષથી પ્રયાસ કરતાં હતાં
સૂત્રોના મતે, બેબી કેર બ્રાન્ડના હેડ છેલ્લાં એક વર્ષથી સૈફ તથા કરીના સાથે આ અંગે ચર્ચા કરતાં હતાં. સૈફ તથા કરીનાની લોકપ્રિયતા જ નહીં પરંતુ તેમના દીકરાની લોકપ્રિયતાને કારણે આ બ્રાન્ડ કપલને લેવા ઈચ્છતું હતું. 
શરૂઆતમાં કરીના-સૈફે આ ઓફરને નકારી કાઢી હતી. જોકે, છેલ્લાં કેટલાંક મહિનાથી બ્રાન્ડના અધિકારીઓએ સૈફ-કરીનાને આ અંગે બીજીવાર વિચારવાનું કહ્યું હતું. હાલમાં જ કરીના તથા સૈફે આ ઓફરનો સ્વીકાર કર્યો હતો. 

એરપોર્ટ પર ભીડમાં ફસાયા
રવિવારના (12 જાન્યુઆરી) રોજ સૈફ-કરીના દીકરા તૈમુર સાથે વેકેશન મનાવીને મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતાં. આ સમયે ચાહકોની ભીડ જમા થઈ હતી. ચાહકો સેલ્ફી લેવા માટે ઘેરી વળ્યાં હતાં. સૈફે દીકરાને તેડ્યો હતો અને લોકો ધક્કા મારી-મારીને સેલ્ફી લેતા હતાં. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો