પ્રોમો / ‘સેક્રેડ ગેમ્સ 2’માં ગુરુજીએ કહ્યું, દુનિયાને બચાવવી પડશે પરંતુ શું તે બચાવવા લાયક છે?

Sacred Games 2 new teaser: Pankaj Tripathi aka Guruji is scary and menacing

Divyabhaskar.com

Aug 13, 2019, 08:11 PM IST

મુંબઈઃ ‘સેક્રેડ ગેમ્સ 2’ 15 ઓગસ્ટથી સ્ટ્રીમ થઈ રહી છે. સિઝન 2માં પંકજ ત્રિપાઠી ગુરુજીનો રોલ પ્લે કરે છે. નેટફ્લિક્સ સતત આ શોના પ્રોમો રિલીઝ કરે છે. હાલમાં જ પંકજ ત્રિપાઠીનો ઈન્ટ્રોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ઈન્ટ્રોમાં શો સાથે જોડાયેલ ડિપ્રેસિંગ પરિસ્થિતિ તથા મર્ડર બતાવવામાં આવે છે.

1 મિનિટથી પણ ઓછા સમયના આ વીડિયોમાં ગુરુજી કહે છે કે દુઃખ તથા પીડાએ વ્યક્તિને ચારેબાજુથી ઘેરી લીધો છે. સુખથી જોજનો દૂર દુઃખની વચ્ચે હિંદુસ્તાન સહિત આખી દુનિયા ઘેરાયેલી છે. આ દુનિયાને બચાવવી પડશે પરંતુ શું આ દુનિયા બચાવવાને લાયક છે? હવે જે કામ ભગવાન ના કરી શકાય, તે કામ માણસ કરશે. અહમ બ્રહ્માસ્મિ.

Father to Gaitonde. Teacher to all. Pranaam Guruji🙏

A post shared by Netflix India (@netflix_in) on

આ પહેલાં સૈફ અલી ખાનના પાત્ર સરતાજ સિંહનો એક ઈન્ટ્રો રિલીઝ કરવામાં આવ્યો છે. સૈફ આ સિઝનમાં 25 દિવસમાં મુંબઈ મિસ્ટ્રીને જાણવા ઉપરાંત સેલ્ફી ડિસ્કવરીમાંથી પસાર થઈ રહ્યો હોય છે. આ શોમાં સૈફ અલી ખાન તથા પંકજ ત્રિપાઠી ઉપરાંત નવાઝ, કલ્કિ કેકલાં, સુરવીન ચાવલા, લ્યૂક, રણવીર શૌરી છે. આ સીરિઝને ‘મસાન’ ફૅમ નીરજ તથા અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે.

X
Sacred Games 2 new teaser: Pankaj Tripathi aka Guruji is scary and menacing
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી