સેલેબ લાઈફ / ‘સાહો’ની એક્ટ્રેસ એવલિન શર્માએ ઓસ્ટ્રેલિયાના ડેન્ટલ સર્જન સાથે સગાઈ કરી

saaho fame Evelyn Sharma got engaged with tushaan bhindi

Divyabhaskar.com

Oct 08, 2019, 03:24 PM IST

મુંબઈઃ ફિલ્મ ‘સાહો’ની એક્ટ્રેસ એવલિન શર્માએ ઓસ્ટ્રેલિયા સ્થિત ડેન્ટલ સર્જન તુષાન ભિંડી સાથે એવલીને સગાઈ કરી છે. એવલિને સોશિયલ મીડિયામાં સગાઈની જાહેરાત કરી છે. તેણે બોયફ્રેન્ડને લિપ કિસ કરતી હોય તેવી તસવીર શૅર કરી છે અને રિંગ પણ બતાવી છે. ફોટો કેપ્શનમાં તેણે લખ્યું હતું, હા...

તસવીરમાં એલવિન ક્રીમ રંગના પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળે છે તો તુષાન નેવી બ્લૂ રંગના શર્ટમાં છે. એલવિને ‘યે જવાની હૈં દિવાની’, ‘જબ હેરી મેટ સેજલ’ તથા ‘નૌટંકી સાલા’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

તુષાન તથા એલવિન છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને હવે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. એલવિને તુષાન સાથેની મુલાકાત અંગે કહ્યું હતું કે ગયા વર્ષે તે અને તુષાન એક બ્લાઈન્ડ ડેટ પર એકબીજાને મળ્યા હતાં. તુષાન ઘણો જ રોમેન્ટિક છે. તે તેના કરતાં વધુ ફિલ્મી છે. લગ્ન અંગે વાત કરતાં એલવિને કહ્યું હતું કે આ એક સપનું પૂરું થયા જેવું છે. તુષાન તેને સારી રીતે ઓળખે છે. તેનું પ્રપોઝલ પર્ફેક્ટ હતું. તુષાને ઘુંટણીયે બેસીને પ્રોપઝ કર્યું હતું. જ્યારે ડેટ નક્કી થશે, ત્યારે તે જાહેરાત કરશે. હાલમાં તો તે પોતાનો આ સમય એન્જોય કરી રહી છે.

X
saaho fame Evelyn Sharma got engaged with tushaan bhindi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી