તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Rohit Sheety Change The Release Date Of His Film Sooryavanshi To Avoid Clash With Salman Khan's Film

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોહિતે શેટ્ટીએ ઈદ પર ફિલ્મોની ક્લેશ અટકવવા ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ બદલી, ખુદ સલમાને નવી રિલીઝ ડેટ 27 માર્ચની જાહેરાત કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સલમાને કહ્યું, રોહિત મારો મોટો ભાઈ છે અને તેણે તે સાબિત કર્યું
  • અગાઉ પણ અક્ષય કુમારે સંજય લીલા ભણસાનીની ફિલ્મ માટે જ ‘પેડમેન’ ફિલ્મની રિલીઝ ડેટ બદલી હતી 
  • આવતા વર્ષે હજુ ઈદ પર સલમાનની ફિલ્મ સાથે એસ.એસ. રાજામૌલીની ફિલ્મની ટક્કર યથાવત 

બોલિવૂડ ડેસ્ક: ઘણા વર્ષથી ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ જ રિલીઝ થાય છે પરંતુ 2020ની ઈદ માટે ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ તેની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝની જાહેરાત કરી હતી. ત્યારબાદ સંજય લીલા ભણસાલીએ પણ સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ની રિલીઝ ડેટ 2020ની ઈદ જાહેર કરી હતી. હવે બોક્સઓફિસ પરના મોટા ક્લેશને અટકાવવા રોહિત શેટ્ટીએ તેની ફિલ્મની રિલીઝ ડેટ બદલી છે. અને રસપ્રદ વાત તો એ છે કે, રોહિત શેટ્ટીની ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત ખુદ સલમાન ખાને તેના ઓફિશિયલ ટ્વિટર પર કરી છે. સલમાન ખાને લખ્યું કે, ‘મેં હંમેશાં તેને મારા નાના ભાઈ તરીકે માન્યો છે અને આજે તેણે તે સાબિત કર્યું. સૂર્યવંશી 27 માર્ચ, 2020ના રોજ રિલીઝ થશે.’

અક્ષય કુમારની ફરી દરિયાદિલી 
અગાઉ સંજય લીલા ભણસાલી અક્ષય કુમારને તેની ‘પેડમેન’ ફિલ્મની રિલીઝમાં ફેરફાર કરવા માટે મળ્યા હતા. સંજયે અક્ષયને વિનંતી કરી હતી, જેથી દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ‘પદ્માવત’ થિયેટર્સમાં ‘પેડમેન’ સાથે ન ટકરાય. અક્ષયે સંજયની વિનંતી સ્વીકારીને ‘પેડમેન’ની રિલીઝ ડેટ બદલી પણ હતી. હવે ફરીવાર અક્ષય કુમારે સંજય લીલા ભણસાલી માટે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલી છે.

બિગ બજેટ ફિલ્મોની ટક્કર હજુ યથાવત 
અગાઉ ’બાહુબલી‘ ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’, સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાઅલ્લાહ’ અને રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ 30 જુલાઈ, 2020ના ઈદના રોજ જ રિલીઝ થવાની હતી. પરંતુ હવે ‘સૂર્યવંશી’ ફિલ્મની રિલીઝ ડેટ બદલી ગઈ છે તેમ છતાં બે બિગ બજેટ ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ અને ‘આરઆરઆર’ હજુ ટક્કરમાં છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો