તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીતુ નંદાની અંતિમ વિધિમાં અભિષેક બચ્ચન, રણધીર-રીષિ-રાજીવ કપૂર સહિતના સેલેબ્સ હાજર રહ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિખીલ નંદાએ રીતુ નંદાની અંતિમ વિધિ કરી હતી - Divya Bhaskar
નિખીલ નંદાએ રીતુ નંદાની અંતિમ વિધિ કરી હતી

નવી દિલ્હીઃ રાજ કપૂર તથા ક્રિષ્ના રાજ કપૂરના દીકરી રીતુ નંદાનું 71 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. વર્ષ 2013થી તેમને કેન્સર હતું અને તેમની સારવાર અમેરિકામાં ચાલતી હતી. તેમના અંતિમ સંસ્કાર આજે (14 જાન્યુઆરી) દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા દયાનંદ સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. રીતુ નંદાના અંતિમ સંસ્કારમાં ત્રણેય ભાઈઓ રણધીર, રીષિ તથા રાજીવ, એક બહેન રીમા જૈન હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત રીતુ નંદાની વહુ શ્વેતા બચ્ચન નંદાનો ભાઈ અભિષેક પણ આવ્યો હતો. રીષિ કપૂરની દીકરી રિદ્ધિમા, રીમા જૈનના દીકરા અરમાન-આદર પણ હાજર રહ્યાં હતાં.

અભિષેકે નવ્યાને સંભાળી
શ્વેતા બચ્ચન-નિખીલ નંદાની દીકરી નવ્યા દાદી રીતુ નંદાના નિધનથી ભાંગી પડી હતી. દાદીના અંતિમ સંસ્કારમાં રડતી નવ્યાને મામા અભિષેકે સાંત્વના આપી હતી. રીતુ નંદાના અંતિમ સંસ્કારની વિધિ દીકરા નિખીલે કરી હતી. અમિતાભ બચ્ચન તથા ઐશ્વર્યા રાય આજે (14 જાન્યુઆરી) સવારે નવ વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થયા હતાં. આ ઉપરાંત ગૌરી ખાન, કરન જોહર, કાજલ આનંદ તથા અપૂર્વ મહેતા પણ દિલ્હી ગયા હતાં. ગૌરી ખાને આજે પોતાના ઘરે આયોજિત પાર્ટી કેન્સલ કરી નાખી હતી.

નીતુ સિંહ-રિદ્ધિમાએ શ્રદ્ધાંજલિ પાઠવી
રીષિ કપૂરની દીકરી તથા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે ઈન્સ્ટાગ્રામમાં રીતુ નંદાની તસવીર શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નીતુ સિંહે રીતુ નંદા સાથેની એક તસવીર શૅર કરીને નણંદને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે અચાનક જ તેમના વેવાણ તથા શ્વેતાના સાસુ રીતુ નંદાનુ અવસાન થઈ ગયું. તેઓ વધુ કંઈ કહે શકે તેમ નથી. 30 ઓક્ટોબર, 1948માં જન્મેલા રીતુ નંદાએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેઓ ‘રીતુ નંદા ઈન્સ્યોરન્સ સર્વિસ’ના ચેરવુમન તથા સીઈઓ હતાં. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો