સોશિયલ કોઝ / મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે રિતેશ અને જેનેલિયાએ 25 લાખ રૂપિયા દાન કર્યા, હ્રિતિકે ચિંતા જતાવી

Ritesh and Genelia donate Rs 25 lakh to flood victims in Maharashtra

Divyabhaskar.com

Aug 13, 2019, 02:12 PM IST

બોલિવૂડ ડેસ્ક: મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પૂરને કારણે હાલત કફોડી થઇ ગઈ છે. પૂરગ્રસ્તોને મદદ કરવા રિતેશ દેશમુખ અને જેનેલિયા આગળ આવ્યાં છે. તેમણે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયા દાન કર્યા છે. કપલે સોમવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસને ચેક આપ્યો હતો. સીએમે તેમનો આભાર માની ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘થેન્ક યુ રિતેશ અને જેનેલિયા દેશમુખ સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા કન્ટ્રિબ્યુટ કરવા બદલ.’

રિતેશ દેશમુખે લખ્યું હતું કે, ‘છેલ્લા અમુક સમયથી મહારાષ્ટ્ર અને દેશના બીજા ભાગમાં પૂરની સ્થિતિ છે. જે ફોટો આવી રહ્યા છે તે દયાનજક છે. મેં અને જેનેલિયાએ દેશ ફાઉન્ડેશન મારફતે સીએમને મળીને સીએમ રિલીફ ફંડમાં ફાળો આપ્યો.’

તેણે લોકોને પણ ફાળો આપવા વિનંતી કરી કે, ‘અમે દરેકને વિનંતી કરીએ છીએ કે લોકો તેમનાથી બનતી મદદ કરે.’

હ્રિતિક રોશન
હ્રિતિકે તેની ચિંતા જતાવતા લખ્યું કે, ‘દેશના વિવિધ ભાગોમાં પૂરને કારણે જે નુકસાન થયું છે તેનાથી ઘણો દુઃખી છું. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે લોકો આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવે.’

X
Ritesh and Genelia donate Rs 25 lakh to flood victims in Maharashtra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી