અપકમિંગ / રિતેશ દેશમુખ ‘બાગી 3’ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં જોવા મળશે

Riteish Deshmukh to play Tiger Shroff's big brother in Baaghi 3

Divyabhaskar.com

Jun 12, 2019, 04:03 PM IST

બોલિવૂડ ડેસ્ક: પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની ‘બાગી’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘બાઘી 3’ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. હવે આ ફિલ્મમાં રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઇ ગઈ છે. રિતેશ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલીન પણ છે. શ્રદ્ધા કપૂરે રિતેશને ટીમમાં આવકારતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ખૂબ ઉત્સાહિત છું રિતેશ સાથે એક વિલીન બાદ ફરી રિબેલ બનવા માટે. લેટ્સ ડુ ધીસ, બાગી 3.’

આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરવાના છે. પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા આ ફિલ્મને મોટા બજેટ પર બનાવવા માગે છે. થોડા સમય પહેલાં ડિરેક્ટર જ્યોર્જિયામાં ફિલ્મના શૂટિંગ લોકેશન શોધવા માટે ગયા હતા. આ ફિલ્મથી શ્રદ્ધા અને રિતેશ બીજીવાર સાથે કામ કરશે. જ્યારે રિતેશ અને ટાઇગર પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરશે.

સાજીદ નડિયાદવાલાએ જણાવ્યું કે, ‘રિતેશ પહેલેથી મારી હાઉસફુલ ફ્રેન્ચાઇઝીનો હિસ્સો હતો જ અને હવે તે બાગીમાં પણ જોડાઈ ગયો. આ ફિલ્મ મારી અને રિતેશની હે બેબી અને હાઉસફુલના ચાર ભાગ બાદ સાથે છઠ્ઠી ફિલ્મ છે.’

X
Riteish Deshmukh to play Tiger Shroff's big brother in Baaghi 3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી