તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીષિ કપૂર ભારત પરત આવીને નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ લાંબા સમયથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવતા બોલિવૂડ એક્ટર રીષિ કપૂર હવે 100 ટકા કેન્સર ફ્રી થઈ ગયા છે. ભારત આવીને તેઓ પોતાના નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થશે. રીષિ કપૂર ભારત આવીને જૂહી ચાવલા સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હજી સુધી આ ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવ્યું નથી. આ ફેમિલી કોમેડી ફિલ્મને સોની પિક્ચર્સ પ્રોડ્યૂસ કરી રહી છે. રીષિ કપૂર સપ્ટેમ્બર પહેલાં ભારત આવશે.

ગયા વર્ષે ફિલ્મનું કામ શરૂ થયું હતું
આ ફિલ્મને ડિરેક્ટર હિતેશ ભાટિયા કરશે. ડિરેક્ટર તરીકે હિતેશની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા હિતેશ ભાટિયા તથા સુપ્રતિક સેને લખી છે. ફિલ્મનું પ્રોડક્શનનું કામ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. જોકે, તે સમયે રીષિ કપૂરની તબિયત બગડતા તેઓ ન્યૂયોર્ક ગયા હતાં. હવે, રીષિ ભારત આવે એટલે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. રીષિ કપૂર તથા જૂહી ચાવલા છેલ્લે વર્ષ 2000માં ફિલ્મ 'કારોબાર'માં સાથે જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...