સ્ટારકાસ્ટ / ‘રાઝી’ ફેમ એક્ટર જયદીપ અહલાવત ‘ખાલી પીલી’ ફિલ્મમાં વિલનના રોલમાં દેખાશે

'Razi' fame actor Jaideep Ahlavat will appear in villain role in 'Empty Pilli'
'Razi' fame actor Jaideep Ahlavat will appear in villain role in 'Empty Pilli'

Divyabhaskar.com

Sep 11, 2019, 10:36 AM IST

બોલિવૂડ ડેસ્ક: અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર સ્ટારર ‘ખાલી પીલી’ ફિલ્મમાં વધુ એક સ્ટારની એન્ટ્રી થઇ છે. ‘રાઝી’ ફેમ એક્ટર જયદીપ અહલાવત આ ફિલ્મમાં વિલનના રોલમાં દેખાશે. ફિલ્મના પ્રોડ્યૂસર અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, જયદીપ અહલાવત અદભૂત એક્ટર છે. તે વિલનના રોલ માટે પરફેક્ટ છે. તેનો આ ફિલ્મમાં ઘણો મહત્ત્વનો રોલ છે. જયદીપ અહલાવતે પોતાની ઉત્સુકતા જણાવતા કહ્યું કે, હું યંગ ટેલેન્ટસ સાથે કામ કરવા રાહ જોઈ રહ્યો છું. તેણે એવું પણ ઉમેર્યું કે તેણે અગાઉ આ પ્રકારનો રોલ ક્યારેય નથી કર્યો અને આ એકદમ પડકારજનક રોલ છે.

આ ફિલ્મથી ઈશાન અને અનન્યા પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાશે. ‘ખાલી પીલી’ ફિલ્મને ‘ઝી સ્ટુડિયોઝ’ અને અલી અબ્બાસ ઝફર સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મને મકબૂલ ખાન ડિરેક્ટ કરવાના છે. પ્રોડ્યૂસર અલી અબ્બાસ ઝફર અને ડિરેક્ટર મકબૂલ ખાન આ સ્ક્રિપ્ટ પર એક વર્ષથી કામ કરી રહ્યા હતા. ‘ખાલી પીલી’ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે જ્યારે ફિલ્મ આવતા વર્ષે 12 જૂનના રોજ રિલીઝ થશે.

X
'Razi' fame actor Jaideep Ahlavat will appear in villain role in 'Empty Pilli'
'Razi' fame actor Jaideep Ahlavat will appear in villain role in 'Empty Pilli'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી