તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ બાદ રણવીર સિંહની ફિલ્મ ‘83’ પાછી ઠેલાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘83’ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ હાલ પૂરતી આ ફિલ્મની રિલીઝ ડેટ પાછી ઠેલવામાં આવી હતી. નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. કોરોનાવાઈરસને કારણે ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતી પોસ્ટપોન કરી દેવામાં આવી છે. 
શું કહેવામાં આવ્યું?
હાલમાં જ રિલીઝ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, કોવિડ 19ના કારણએ સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે અને તેથી જ ‘83’ની રિલીઝ ડેટ હોલ્ડ પર રાખવામાં આવી છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે રિલીઝ ડેટને લઈ નિર્ણય લેવામાં આવશે. અમે ચાહકોને અપીલ કરીએ છીએ કે જરૂરી સાવધાની રાખે. ‘83’ ફિલ્મ અવરોધો સામે લડતી ફિલ્મ છે, અમને આશા છે કે અમે જલ્દીથી બાઉન્સ બેક કરીશું. 

સ્ટારકાસ્ટ
કપિલ દેવ - રણવીર સિંહ
રોમી દેવ - દીપિકા પાદુકોણ
બલવિંદર સિંહ - એમી વિર્ક
શ્રીકાંત - જીવા
સૈયદ કિરમાણી - સાહિલ ખટ્ટર
રોજર બિન્ની - નિશાંત દહિયા
સંદીપ પાટીલ - ચિરાગ પાટીલ
સુનિલ ગાવસ્કર - તાહિર રાજ ભસીન
મોહિંદર અમરનાથ - સાકીબ સલીમ
મદન લાલ - હાર્ડી સંધુ
સુનિલ વાલ્સન - આર બદરી
દિલિપ વેંગસરકર - આદિનાથ કોઠારે
યશપાલ શર્મા - જતીન સરના
રવિ શાસ્ત્રી - ધૈર્ય કારવા
ટીમનાં મેનેજર માન સિંહ - પંકજ ત્રિપાઠી
ઉલ્લેખનીય છે કે ‘83’ ફિલ્મ ભારતે પહેલી જ વાર 1983માં વર્લ્ડ કપ જીત્યો તેના પર આધારિત છે. ભારતે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારત ફાઈનલ જીતશે, તે કોઈને વિશ્વાસ નહોતો પરંતુ કપિલ દેવે આ કરીને બતાવ્યું. 
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 31 માર્ચ સુધી બોલિવૂડ ફિલ્મ્સ તથા ટીવી શોનું શૂટિંગ બંધ છે. આ પહેલાં અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ પાછી ઠેલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...