તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગ માટે રણવીર સિંહ-શાલિની પાંડે ગુજરાત આવ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રણવીર સિંહની ફિલ્મ ‘83’ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન માર્ચ મહિનાથી શરૂ થશે, તેમ માનવામાં આવે છે. હવે, રણવીર સિંહ આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ગુજરાતીનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક થોડાં સમય પહેલાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની એક્ટ્રેસ શાલિની પાંડે બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ‘છપાક’ના સ્ક્રીનિંગ બાદ રણવીર સિંહ શૂટિંગ માટે ગુજરાત રવાના થયો હતો. 

ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલ શરૂ થશે
સૂત્રોના મતે, ગુજરાતમાં ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલ શરૂ કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગની તમામ વાતો સીક્રેટ રાખવામાં આવી છે. ગુજરાતમાં રણવીર સિંહના ઘણાં મોટા પ્રશંસકો છો અને તેથી જ માનવામાં આવે છે લોકેશન પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડશે. 

જગ્યાને લઈ કોઈ વાત કરી નથી
પ્રોડક્શન ટીમ ઈચ્છે છે કે શૂટિંગ સરળતાથી થાય અને તેથી જ ગુજરાતમાં કઈ જગ્યાએ શૂટિંગ છે, તે વાત હજી સુધી બહાર પાડવામાં આવી નથી. ફિલ્મમાં ગુજરાતની વાત છે અને તેથી જ સેકન્ડ શિડ્યૂઅલ ઘણું જ મહત્ત્વનું છે. ટીમ ગુજરાતમાં લૉ-પ્રોફાઈલ રહીને શૂટિંગ કરશે. શાલિની પણ ગુજરાત આવી ગઈ છે. 

ફિલ્મ વિશે શું કહ્યું?
રણવીર સિંહને જ્યારે ‘જયેશભાઈ જોરદાર’ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે ચાર્લી ચેપ્લિને એક વાર કહ્યું હતું કે જો તમારે હસવું હોય તો તમારામાં દુઃખ સહન કરવાની શક્તિ હોવી જોઈએ. જયેશભાઈ પણ આવો જ એક હિરો છે, જે સામાન્ય વ્યક્તિ છે અને મુશ્કેલભરી પરિસ્થિતિમાં તે અસાધારણ કામ કરી નાખે છે. જયેશભાઈ સંવેદનશીલ તથા કરુણાસભર છે. જયેશભાઈ સમાજમાં ઊંડે સુધી ખૂંપેલા પિતૃસત્તાક આદર્શો તથા સિદ્ધાંતોમાં નહીં પરંતુ મહિલાઓ તથા પુરુષોના સમાન હકમાં માને છે. જયેશભાઈ એક પડકારજનક રોલ છે અને આ પહેલાં તેણે ક્યારેય આ પ્રકારનો રોલ કર્યો નથી. 

યશરાજ બેનર હેઠળ આ ફિલ્મ બનશે
‘જયેશભાઈ જોરદાર’ને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યો છે અને યશરાજ બેનર પ્રોડ્યૂસર છે. આ ફિલ્મના શૂટિંગ બાદ રણવીર સિંહ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘તખ્ત’નું શૂટિંગ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો