તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Randeep Hooda Shares Video Of Shooting Of Elephant In Karnataka Forest, Authority Takes Action

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણદીપ હૂડાએ ટ્વિટર પર હાથીને શૂટ કરતો વીડિયો શેર કર્યો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તરત એક્શન લીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: રણદીપ હૂડા વાઈલ્ડ લાઈફ લવર છે અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટો પણ શેર કરતો હોય છે. તેણે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જે હાથીને શૂટ કરતો હોય તેનો છે. આ વીડિયો કર્ણાટકના બાંદીપુર જંગલનો છે. વીડિયોમાં જંગલ વિભાગના અધિકારીઓ હાથીને શૂટ કરી રહ્યા હતા. વીડિયો શેર કરીને રણદીપે લખ્યું કે, ‘આવું શક્ય પણ કઈ રીતે છે? આ ખરેખર કોઈનો મજા માટેનો વિચાર છે? કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મહેરબાની કરીને આ બાબત પર તરત ધ્યાન આપો. ગુનેગારોને સજા થવી જોઈએ.’

તેણે આગળ બીજા ટ્વીટમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરનો આભાર પણ માન્યો હતો કે તેમણે આ બાબતે ધ્યાન આપી તરત ગુનેગારો વિરુદ્ધ એક્શન લીધા. રણદીપ હૂડાની આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ છે જેમાં તે સલમાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મમાં રણદીપ નેગેટિવ રોલમાં છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો