નેકસ્ટ પ્રોજેક્ટ / રણબીર કપૂર ડિરેક્ટર સંદિપ વાંગાની ‘ડેવિલ’માં ગ્રે શેડમાં જોવા મળશે?

ranbir kapoor will be seen with Sandeep Reddy Vanga devil

Divyabhaskar.com

Sep 15, 2019, 06:50 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર હાલમાં અલગ-અલગ પ્રકારની ફિલ્મ્સમાં કામ કરી રહ્યો છે. રણબીર ‘શમશેરા’ તથા ‘બ્રહ્માસ્ત્ર’માં વ્યસ્ત છે. આ ઉપરાંત તે ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. હવે, ચર્ચા છે કે રણબીરે ડિરેક્ટર સંદિપ વાંગાની ફિલ્મ ‘ડેવિલ’ સાઈન કરી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ‘ડેવિલ’ પરથી સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ની યાદ આવી જાય છે. ‘કિક’માં સલમાન ખાનનું નામ દેવી લાલ સિંહ ઉર્ફે ડેવિલ હતું.

મહેશબાબુએ ના પાડતા રણબીરને ફિલ્મ મળી
સંદિપ વાંગાએ પહેલાં ‘ડેવિલ’ની સ્ક્રિપ્ટ તેલુગુ સુપરસ્ટાર મહેશબાબુને સંભળાવી હતી. સંદિપ એક્ટર મહેશબાબુ સાથે કામ કરવા ઉત્સુક હતો. જોકે, મહેશબાબુને આ ફિલ્મ ઘણી જ ડાર્ક લાગી અને તેથી જ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. મહેશબાબુએ ના પાડતા આ ફિલ્મ માટે રણબીરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ચર્ચા છે કે રણબીરને આ ફિલ્મ પસંદ આવી છે.

છેલ્લે ‘સંજુ’માં રણબીર જોવા મળ્યો હતો
રણબીર કપૂર છેલ્લે ‘સંજુ’માં સંજય દત્તના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હાલમાં રણબીર કપૂર ત્રણ ફિલ્મ્સમાં વ્યસ્ત છે, તે સંદિપ વાંગાની ફિલ્મ માટે કેવી રીતે દિવસો આપી શકે છે, તે વાત પણ મહત્ત્વની છે.

સંદિપની ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મ હિટ રહી
સંદિપની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. આ ફિલ્મે 278.24 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં મેઈન લીડમાં શાહિદ કપૂર તથા કિઆરા અડવાણી હતાં.

X
ranbir kapoor will be seen with Sandeep Reddy Vanga devil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી