અપકમિંગ / રાણા દગ્ગુબતીએ ‘હાથી મેરે સાથી’નું ટીઝર શૅર કરીને કહ્યું, જંગલને બચાવવાની લડાઈ શરૂ થઈ ચૂકી છે

Rana Daggubati's triligual film Haathi Mere Saathi teaser released

Divyabhaskar.com

Feb 13, 2020, 12:43 PM IST

મુંબઈઃ રાણા દગ્ગુબતી સ્ટારર ફિલ્મ ‘હાથી મેરે સાથી’નું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. એક્ટરે ટ્વિટર પર 1 મિનિટની ક્લિપ શૅર કરતા કહ્યું હતું, ઉદય, ક્રોધ, ગર્જના જંગલને બચાવવા માટેની લડાઈ શરૂ થઈ ચૂકી છે. વર્ષની સૌથી મોટી લડાઈના સાક્ષી બનવા માટે મારી ફિલ્મ ‘હાથી મેરે સાથી’નું ટીઝર જુઓ. આ ટીઝરમાં રાણા દગ્ગુબતી જબરજસ્ત એક્ટિંગ કરતો જોવા મળે છે. પૂરા વીડિયોમાં માત્ર એક જ ડાયલોગ છે, જેમાં કોઈ વ્યક્તિ રાણાને પૂછે છે, ‘તો તુમ કૌન હો? ભગવાન?’, જેના જવાબમાં રાણા કહે છે, ‘વનદેવ’

ફિલ્મ બે એપ્રિલે રિલીઝ થશે
પ્રભુ સોલોમોનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 2 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રાણા ઉપરાંત પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર તથા ઝોયા હુસૈન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે, તમિળ તથા તેલુગુમાં વિષ્ણુ વિશાલ છે, જ્યારે હિંદીમાં પુલકિત સમ્રાટ છે. રાણા દગ્ગુબતી ત્રણેય વર્ઝનમાં લીડ રોલમાં છે.

વર્ષ 2017માં ચર્ચા થતી હતી કે આ ફિલ્મ 1971માં આવેલી સ્વ. રાજેશ ખન્નાની ‘હાથી મેરે સાથી’ની રીમેક છે. આ ફિલ્મમાં પણ હાથી તથા માણસ વચ્ચેની મિત્રતાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ડિરેક્ટર પ્રભુ સોલોમોનની અવોર્ડ વિનિંગ ફિલ્મ ‘કુમકી’ની આ સીક્વલ છે. આ ફિલ્મમાં પણ હાથીની વાત હતી. જોકે, એક્ટર વિશાલે કહ્યું હતું કે આ ફિલ્મ કોઈની પણ સીક્વલ નથી. નવી ‘હાથી મેરે સાથી’માં ફ્રેશ સ્ટોરી છે.

અસમમાં આવેલો કાઝીરંગા નેશનલ પાર્ક હાથી કોરિડોર તરીકે જાણીતો છે. અહીંયા માનવસ્તી વધતી જાય છે. ફિલ્મમાં ‘હાથી મેરે સાથી’ આ વાત વણી લેવામાં આવી છે. ફિલ્મમાં એક વ્યક્તિ હાથીઓને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે.

X
Rana Daggubati's triligual film Haathi Mere Saathi teaser released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી