તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્ટી બનાવ્યા વગર રજનીકાંતની પોલિટિક્સમાં એન્ટ્રી, કહ્યું- આ પરિવર્તનનો સમય, અત્યારે કંઈ ના કર્યું તો ક્યારેય નહીં થાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રજનીકાંતે કહ્યું, મેં ક્યારેય સીએમ પદ અંગે વિચાર્યું નહોતું, હવે વગર પાર્ટીએ કામ કરીશ
  • મીડિયાની સામે આવીને કહ્યું, હું માત્ર રાજકારણમાં ફેરફાર ઈચ્છું છું અને આ યોગ્ય સમય છે

ચેન્નઈઃ સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં પોતાની એન્ટ્રીને લઈ ગુરુવાર (12 માર્ચ)એ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કોઈ પણ રાજકીય પાર્ટીની જાહેરાત ના કરી પરંતુ રાજનીતિને લઈ પોતાની યોજનાઓ કહી હતી. રજનીકાંતના મતે, તેમણે ક્યારેય તમિલનાડુના સીએમ બનવાનું સપનું જોયું નથી અને તેઓ માત્ર રાજકીય ફેરફાર ઈચ્છે છે. પોતાની પાર્ટી અંગે કહ્યું હતું કે તેઓ એક એવી પાર્ટી બનાવવા જઈ રહ્યાં છે, જેમાં સરકાર તથા પાર્ટી પ્રમુખ અલગ-અલગ હશે અને અલગ-અલગ કામ કરશે.
વધુમાં રજનીકાંતે કહ્યું હતું, તમિલનાડુના રાજકારણમાં બે મોટા ખેલાડીઓ હતાં, એક જયલલિતા તથા બીજા કરુણાનિધિ. જનતાએ બંનેને વોટ આપ્યા પરંતુ તેમના ગયા બાદ હવે રાજકારણમાં ખાલીપો આવી ગયો છે. ફેરફાર લાવવા માટે તેમણે એક નવું આંદોલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર, 2017ના રોજ રજનીકાંતે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજકારણમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. 

રજનીકાંતે 3 પોઈન્ટમાં પાર્ટીના કાર્યક્રમ જણાવ્યા

  • ચૂંટણી સમયે કેટલાંક પદો જરૂરી હોય છે પરંતુ બાકીના સમયમાં ભ્રષ્ટાચાર વધવાનું કારણ બને છે, તેવા તમામ પદો નાબૂદ કરવામાં આવશે. આવા પદો પર રહેલા લોકોને ટેન્ડર્સ તથા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે અટકાવવાની જરૂર છે.
  • પાર્ટીના 60-65 ટકા પદ યુવાઓ, ભણેલા-ગણેલા તથા સારી ઈમેજ ધરાવતા લોકો માટે હશે. બાકી પદ પૂર્વ જજ, પૂર્વ આઈએએસ ઓફિસર તથા તેમના જેવા લોકો માટે હશે, જેમનામાં સમાજસેવાને લઈ ઉત્સુકતા હશે.
  • દ્રમુક તથા અન્નાદ્રમુકની જેમ સરકાર તથા પાર્ટીનો વડો એક જ વ્યક્તિ નહીં હોય પરંતુ તેમની પાર્ટીમાં બંને વચ્ચેનું અંતર સ્પષ્ટ હશે. સરકારના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે પરંતુ તેમના કામમાં હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો