શોકિંગ / ‘અર્જુન રેડ્ડી’ ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર-કોમેડિયન રાહુલે ટ્વિટર પર લખ્યું-બાળપણમાં મારી પર રેપ થયો હતો

Rahul Ramakrishna reveals, I was raped during childhood

  • 19 જાન્યુઆરીએ રાહુલ રામકૃષ્ણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વાત લખી હતી
  • એક્ટર તરીકે કામ કરતા પહેલાં રાહુલ પત્રકાર રહી ચૂક્યો છે

Divyabhaskar.com

Jan 22, 2020, 03:29 PM IST

બોલિવૂડ ડેસ્ક: તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં વિજય દેવરકોન્ડાના મિત્રનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર અને કોમેડિયન રાહુલ રામકૃષ્ણે સોશિયલ મીડિયામાં ચોંકવનારો ખુલાસો કર્યો છે.

19 જાન્યુઆરીએ તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું કે, બાળપણમાં મારા પર રેપ થયો હતો. મને નથી ખબર કે હું મારા આ દુઃખ વિશે શું કહું? આ સિવાય તેના પછી હું મને જાણવા માગું છું. રાહુલે બીજા ટ્વીટમાં લખ્યું છે કે, દરેક વસ્તુ તકલીફ આપે છે. હું મારી સાથે થયેલા અપરાધ સાથે રહું છું. ક્યારેય ન્યાય મળ્યો નથી, પણ અમુક પળની રાહત મળે છે. તમારા પુરુષને સારા બનતા શીખવાડો. બહાદુર અને સારા બનો.

રિપોર્ટ પ્રમાણે જ્યારે રાહુલનો રેપ થયો ત્યારે તે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. રાહુલના ટ્વીટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના પડખે ઊભા રહ્યા છે. કોમેડિયન પ્રિયદર્શનીએ લખ્યું કે, હું પ્રયત્ન કરું તો પણ તે દુઃખને અનુભવ કરી શકતો નથી, જેમાંથી તમે પસાર થયા છો. હું કંઈ કરી શકું તેમ નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે મજબૂત રહો. તમે તે ગંદકીથી બહાર આવી ગયા છો અને પોતાને સારી રીતે સાંભળી લીધા પણ છે. તમે એક યોદ્ધા છો. લવ યુ ભાઈ.

સોશિયલ મીડિયા યુઝર્સનો આભાર માનીને રાહુલે તેમને પોતાના બાળકોનું ધ્યાન રાખવાની આજીજી કરી છે

રાહુલે ‘અર્જુન રેડ્ડી’ ઉપરાંત ‘ગીતા ગોવિન્દમ’, ‘ભારત અને નેનુ’, ‘અલા વૈકુંઠપુરમ લો’ જેવી તેલુગુ ફિલ્મમાં નજર આવી ચૂકેલા રાહુલે પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.


X
Rahul Ramakrishna reveals, I was raped during childhood
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી