તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કનિકા કપૂરની બેજવાબદારીને લઈ સોશિયલ મીડિયામાં આક્રોશ, યુઝર્સે કહ્યું- અરેસ્ટ કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડની પોપ્યુલર સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ આવતા ચર્ચામાં આવી છે. કહેવાય છે કે ટેસ્ટ કરાવ્યા પહેલાં કનિકા 100-200 લોકોના સંપર્કમાં આવી હતી અને ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી કરી હતી. સોશિયલ મીડિયામાં ચાહકો કનિકા કપૂર માટે પ્રાર્થના કરી રહ્યાં છે. તો કેટલાંક યુઝર્સ કનિકાની બેજવાબદારી પર રોષે ભરાયા છે. 
કનિકા ગયા અઠવાડિયે લંડનથી પરત ફરી હતી અને તેણે લખનઉમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. એક યુઝરે કહ્યું હતું, તેઓ જલ્દી ઠીક થઈ જાય તેના માટે પ્રાર્થના કરું છું પરંતુ જ્યારે તે ઠીક થઈ જાય ત્યારે આટલું બેજવાબદારપૂર્ણ વર્તન અને કોરોના સંક્રમણ છૂપાવવા બદલ તેને જેલમાં મોકલવામાં આવે. 

એક યુઝરે કહ્યું હતું, આવા અભણ લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ. મૂર્ખ લોકો એ લોકોનું જીવન પણ ખરાબ કરે છે, જે પોતાને બચાવવાનો પૂરતો પ્રયાસ કરે છે. આવાને જેલમાં નાખો, શરમ આવવી જોઈએ. 

કનિકા કપૂરે લંડનથી પરત ફર્યાં બાદ પોતાને ક્વોરન્ટાઈન કરવાને બદલ પાર્ટી હોસ્ટ કરી અને પાર્ટીમાં હાજરી આપી હતી. આ વાતથી લોકો ઘણાં જ ગુસ્સામાં છે. એક યુઝરે કહ્યું હતું, કનિકા કપૂરને અરેસ્ટ કરો. આ કોરોનાવાઈરસથી વધુ ખતરનાક છે. તે યુકેથી પરત આવી અને તેણે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી. તેને ખ્યાલ હતો કે કોરોનાવાઈરસ છે તો પણ તેણે ફાઈવ સ્ટાર હોટલમાં 100થી વધુ લોકો સાથે પાર્ટી કરી.

અન્ય સમાચારો પણ છે...