મોશન પોસ્ટર / કૃણાલ ખેમુ અને ‘મિર્ઝાપુર’ ફેમ રસિકા દુગલ સ્ટારર ‘લૂટકેસ’ ફિલ્મનો પ્રોમો રિલીઝ, ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે

Promo released of Kunal Kemmu and Rasika Dugal starrer film Lootcase

Divyabhaskar.com

Jun 20, 2019, 06:26 PM IST

બોલિવૂડ ડેસ્ક: કૃણાલ ખેમુ અને ‘મિર્ઝાપુર’ ફેમ રસિક દુગલ સ્ટારર ‘લૂટકેસ’ ફિલ્મનો પ્રોમો મેકર્સે રિલીઝ કર્યો છે. જેમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ છે. ફિલ્મના પ્રોમોમાં લાલ સૂટકેસ જ દેખાઈ છે અને તેમાં કૃણાલ ખેમુનો વોઇસઓવર છે. જેમાં છેલ્લે તે પૂછે છે કે, લાસ્ટ ટાઈમ પૂછું છું આ સૂટકેસ કોની છે? ફિલ્મને ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’ પ્રેઝન્ટ કરી રહ્યું છે અને ફિલ્મના ડિરેક્ટર રાજેશ ક્રિષ્નન છે. ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

‘લૂટકેસ’ ફિલ્મમાં કૃણાલ ખેમુ, રસિકા દુગલની સાથે ‘બધાઈ હો’ ફેમ ગજરાજ રાવ, વિજય રાઝ અને રણવીર શોરે પણ સામેલ છે. આ કોમેડી ફિલ્મમાં કૃણાલ ખેમુ ‘નંદન કુમાર’ના રોલમાં છે જેને પૈસાથી ભરેલી એક બેગ મળે છે. વિજય રાઝ ‘બાલા રાઠોડ’ના રોલમાં, રણવીર શોરે ઇન્સ્પેક્ટર ‘કોટલે’ના રોલમાં અને ગજરાજ રાવ એમએલએ ‘પાટિલ’ના રોલમાં છે.

X
Promo released of Kunal Kemmu and Rasika Dugal starrer film Lootcase
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી