તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Priyanka Chopra Will Be Honored With Danny Kaye Humanitarian Award By UNICEF

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિસેફ પ્રિયંકા ચોપરાને 'ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડ'થી સન્માનિત કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત સમારંભ યુનિસેફ સ્નોફ્લેક બોલમાં સન્માનિત કરવામાં આવશે. યુનિસેફ યુએસએએ આ અંગેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. પ્રિયંકા ચોપરાને ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવામાં આવશે. આ સમારંભ ડિસેમ્બરમાં યોજવામાં આવશે.

પ્રિયંકાએ ટ્વીટ શૅર કરી
પ્રિયંકાએ આ સન્માનની માહિતી આપતી ટ્વીટ પોતાના ટ્વિટર પર શૅર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, 'ડિસેમ્બરમાં યુનિસેફ સ્નોફ્લેક બોલ'માં ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવશે. આ માટે હું યુનિસેફ યુએસએની ઘણી જ આભારી છું. દુનિયાના તમામ બાળકો તરફથી તેમની શાંતિ, સ્વતંત્રતા તથા શિક્ષણના અધિકાર માટે યુનિસેફ સાથે કામ કરવું જ મારા માટે બધું છે.'

શું છે સ્નોફ્લેક બોલ?
આ ન્યૂયોર્કના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. જેમાં યુનિસેફ તરફથી માનવતાની ભલાઈ માટે કામ કરનાર લોકોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે. આ વર્ષે એવોર્ડ 3 ડિસેમ્બરે યોજાશે. આ એવોર્ડ્સના ડ્રેસ કોડમાં બ્લેક ટાઈ ફરજિયાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો