રિલેશનશિપ / પતિ સાથે ઝઘડો થાય તો પહેલાં કોણ માફી માગે છે? પ્રિયંકાએ કહ્યું, અમારા જીવનમાં આવા ડ્રામા નથી

priyanka chopra talked about personal equation with husband nick joans

Divyabhaskar.com

Oct 08, 2019, 04:11 PM IST

મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે જ્યારે પણ તેની અને નિક વચ્ચે ઝઘડો થાય તો બંને સાથે બેસીને વાત કરે છે અને જેની પણ ભૂલ હોય તે સ્વીકારી લે છે. પ્રિયંકાએ ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશન દરમિયાન આ વાત કહી હતી.

અમારા જીવનમાં આવા ડ્રામા થતા નથી
પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે લગ્ન બાદ જો તેની અને નિક વચ્ચે ઝઘડો થાય તો પહેલાં માફી કોણ માગે છે? જેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેઓ ઘણાં જ લોજિકલ છે અને તેઓ એકબીજાની માફી માગીને કોઈ ડ્રામા કરતા નથી. તેઓ બેસીને વાત કરે છે અને જેની ભૂલ હોય તે સ્વીકારી લે છે.

સોરી કહેવું ઘણું જ સરળ છે
પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે સોરી કહેવું ઘણું જ સરળ છે અને આ કોઈ મુશ્કેલ વાત નથી. જો તેણે કોઈ ભૂલ કરી હોય અને તે માટે તેણે આઈ એમ સોરી બોલવાનું હોય તો તેને એમાં કોઈ જ વાંધો નથી. રિલેશનશિપમાં આ સૌથી સારી વાત છે.

11 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે
ડિરેક્ટર શોનાલી બોઝના ડિરેક્શનમાં બનેલી ‘ધ સ્કાય ઈઝ પિંક’ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

X
priyanka chopra talked about personal equation with husband nick joans
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી