પ્રિયંકા ચોપરાએ કહ્યું, પપ્પાએ ગિફ્ટ કરેલ ડાયમંડ રિંગ સૌથી અમૂલ્ય સંપત્તિ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: પ્રિયંકા ચોપરાએ તેની અમૂલ્ય સંપત્તિમાં મંગળસૂત્ર અને પિતાએ ગિફ્ટ કરેલ ડાયમંડ રિંગને ગણાવી છે. તેણે આ વાત ફેશન અને એન્ટરટેઇન્મેન્ટ મેગેઝીન ‘વેનિટી ફેર’ને આપેલ ઇન્ટરવ્યૂમાં કહી હતી જ્યારે તેને તેની અમૂલ્ય સંપત્તિ વિશે પૂછવામાં આવ્યું હતું.
પ્રિયંકાએ જવાબ આપ્યો હતો કે, ‘મારું મંગળસૂત્ર જે એક નેકલેસ જેવું હોય છે અને તેને ભારતીય લગ્નમાં દુલ્હનનાં ગળામાં પહેરાવવામાં આવે છે અને એક ડાયમંડ રિંગ જે મારા પિતાએ મને આપી હતી.’ તેણે એવું પણ જણાવ્યું કે, તે સોનાના સિક્કા પણ તેની સાથે રાખે છે જે તેના પિતાએ તેને ગુડલક ચાર્મના રૂપમાં આપ્યા હતા. 
પ્રિયંકાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ છે. આ ફિલ્મમાં તે ફરીવાર ફરહાન અખ્તર સાથે દેખાશે. આ ફિલ્મમાં ઝાયરા વસીમ લીડ રોલમાં છે. ફિલ્મની ડિરેક્ટર સોનાલી બોસ છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.