તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસના ભય વચ્ચે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર લોકોને સુરક્ષિત રહેવા આગ્રહ કર્યો છે. તેણે પોતાના અલગ અલગ લુકના ફોટોનો વીડિયો શેર કર્યો છે જેમાં તે નમસ્તે કરતી દેખાઈ છે. પ્રિયંકાએ લખ્યું હતું કે, ‘ઇટ્સ ઓલ અબાઉટ નમસ્તે. લોકોનું અભિવાદન કરવાની જૂની પણ બદલતા સમયની નવી રીત. બધા મહેરબાની કરીને સુરક્ષિત રહો.’
It’s all about Namaste 🙏🏻 an old but new way to greet people in a time of change around the world. Please stay safe everyone! pic.twitter.com/fqk12QbD7K
— PRIYANKA (@priyankachopra) March 12, 2020
આ વીડિયોમાં પ્રિયંકાના ઓસ્કરથી લઈને કાન ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ લુક પણ સામેલ છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ભારતમાં પતિ નિક જોનસ સાથે હોળી મનાવવા માટે આવી હતી. ફિલ્મ્સની વાત કરીએ તો પ્રિયંકાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ હતી. પ્રિયંકાની આગામી ફિલ્મ બાયોપિક છે. ભગવાન રજનીશ જેને લોકો ઓશોથી ઓળખે છે તેના ખાસ ગણાતા મા આનંદ શીલા પર બાયોપિક બની રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા શીલાના રોલમાં છે. આ સિવાય તે ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝ ‘સિટડલ’માં રિચર્ડ મેડન સાથે દેખાવાની છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.