Divyabhaskar.com
Dec 02, 2019, 11:02 AM ISTબોલિવૂડ ડેસ્કઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં લગ્નને એક વર્ષ પૂરું થઈ ગયું છે. બંનેએ ગયા વર્ષે ડિસેમ્બર 2018માં જોધપુરમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજોથી લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા અને નિકની આ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર આ કપલે સોશિયલ મીડિયા પર તેમનાં લગ્નની કેટલીક એવી તસવીરો શેર કરી છે જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. તેમજ, આ રોમેન્ટિક કપલે ખાસ અંદાજમાં એકબીજાને વિશ પણ કર્યું છે.
પ્રિયંકાએ એનોખું કેપ્શન આપ્યું
પ્રિયંકાએ તેના બ્રાઇડના બંને લુક્સ શેર કર્યા છે. તેણે આ શોર્ટ વીડિયો શેર કરતા લખ્યું, 'મારું પ્રોમિસ ત્યારે...આજે...હંમેશાં માટે. તે મને એક જ પળમાં ખુશી, ગ્રેસ, બેલેન્સ, એક્સાઇટમેન્ટ, પેશન...બધું જ આપ્યું છે. મને શોધવા માટે થેન્ક યૂ...હેપી ફર્સ્ટ એનિવર્સરી હસબન્ડ. આ સાથે દર એ માણસની હું આભારી છું જેણે અમને પ્રેમ અને આશીર્વાદ આપ્યા. અમે ખૂબ ખુશ છીએ.'
તને દિલથી પ્રેમ કરું છું
નિક જોનાસે પણ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ક્રિશ્ચિયન વેડિંગનો ફોટો શેર કર્યો છે. આ સાથે જ તેણે લખ્યું છે કે, 'એક વર્ષ પહેલાં અમે હંમેશાં માટે એકબીજાના થઈ ગયા. જો કે, હજી આ હંમેશાં વધારે દૂર સુધી નથી ગયું. હું તને દિલથી પ્રેમ કરું છું પ્રિયંકા. હેપી એનિવર્સરી.'
પ્રિયંકા ચોપરાને મારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે તેની સિદ્ધિઓને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ સન્માન ઐતિહાસિક સ્થળ જેમા એલ ફના સ્ક્વેરમાં આપવામાં આવશે. આ પહેલીવાર એવું બની રહ્યું છે જ્યારે કોઈ ઇન્ડિયન સેલિબ્રિટીને આ ફેસ્ટિવલમાં વ્યક્તિગત રીતે સન્માનિત કરવામાં આવી રહ્યો છે. તેમજ, નિક જોનાસ અને જોનાસ બ્રધર્સનું સોન્ગ 'સકર ફોર યૂ.' પણ ગ્રેમી અવોર્ડ્સ 2019ની સ્પેશિયલ કેટેગરીમાં નોમિનેટ થયું છે.