એક્ઝિટ / પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની કોરિયોગ્રાફરે ‘નચ બલિયે 9’ શો છોડી દીધો

Prince Narula and Yuvika Chaudhary's choreographer quits Nach Baliye 9

Divyabhaskar.com

Sep 07, 2019, 07:14 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘નચ બલિયે 9’ શોમાં સેલિબ્રિટી કપલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી સામેલ છે. તેની કોરિયોગ્રાફર ઐશ્વર્યા રાધાક્રિષ્નને શોને છોડવાનો નિર્ણય લીધો છે. તેણે જણાવ્યું કે, ‘મેં મારાં અંગત કારણોને લીધે નચ બલિયેમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે. મને શોનો હિસ્સો બનીને ઘણી મજા આવી. આ શોએ મને અલગ અલગ આર્ટિસ્ટ સાથે કામ કરવાનું પ્લેટફોર્મ આપ્યું. હું ઓર્ગેનાઇઝર્સનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી.’

27 વર્ષીય કોરિયોગ્રાફર ઐશ્વર્યાએ અગાઉ ઘણા ડાન્સ શોમાં કામ કર્યું છે. તેમાં ‘સો યુ કેન થિન્ક યુ કેન ડાન્સ: અબ ઇન્ડિયા કી બારી’, ‘ઝલક દિખલા જા’ અને ‘સુપર ડાન્સર ચેપ્ટર’ સામેલ છે. ‘નચ બલિયે 9’ શોને સલમાન ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે.

X
Prince Narula and Yuvika Chaudhary's choreographer quits Nach Baliye 9

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી