શૂટિંગ / ‘સાહો’ના ક્લાઈમેક્સ સીન માટે પ્રભાસે 100 ઇન્ટરનેશનલ ફાઇટર્સ સાથે ફાઇટ કરી

Prabhas shot with 100 fighters for the climax of Saaho

  • હોલિવૂડના ‘રશ અવર 3’ ફેમ એક્શન ડિરેક્ટર પેન્ગ ઝાંગ(Peng Zhang)એ ક્લાઈમેક્સ ડિરેક્ટ કર્યો 
  • આઠ મિનિટના એક્શન સિક્વન્સ પાછળ 70 કરોડનો ખર્ચ 
  • અબુ ધાબીમાં 10 એકર જમીન પર અસલી રણ તૈયાર કરાયું 

Divyabhaskar.com

Jul 18, 2019, 06:23 PM IST

બોલિવૂડ ડેસ્ક: પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો’ના ક્લાઈમેક્સનું શૂટિંગ અબુ ધાબીમાં થયું છે. આ એક્શન પેક્ડ ક્લાઈમેક્સ આઠ મિનિટનો છે. ક્લાઈમેક્સ માટે 10 એકર જમીન પર રણને રિક્રિએટ કરવામાં આવ્યું હતું. ખાસ આ ક્લાઈમેક્સ માટે ‘સાહો’ ફિલ્મના મેકર્સે હોલિવૂડના ‘રશ અવર 3’ ફેમ એક્શન ડિરેક્ટર પેન્ગ ઝાંગ (Peng Zhang)ને બોલાવ્યા હતા. તેમણે આ એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કર્યો હતો.

ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રએ જણાવ્યું કે, ક્લાઈમેક્સ માટે 100 ઇન્ટરનેશનલ ફાઇટર્સને ખાસ ભેગા કરવામાં આવ્યા હતા. 10 એકરની જમીન પર એવી રીતે રણ બનાવવામાં આવ્યું હતું કે તે એકદમ અસલી લાગે. આ ક્લાઈમેક્સ પાછળ 70 કરોડનો ખર્ચ થયો છે. આ એક્શન સીનને ડિરેક્ટ કરવા માટે ખાસ હોલિવૂડના જાણીતા એક્શન ડિરેક્ટર પેન્ગ ઝાંગને ઓન બોર્ડ લેવાયા હતા. તેમણે ‘ધ ગોલ્ડન આર્મી’, ‘હેલબોય 2’ અને ‘રશ અવર 3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

X
Prabhas shot with 100 fighters for the climax of Saaho
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી