• Gujarati News
  • National
  • Prabhas Launches The First Poster Of The Film 'Man Bairagi' Based On The Life Of PM Modi

પ્રભાસે પીએમ મોદીના જીવન પર આધારિત ફિલ્મ ‘મન બૈરાગી’નું પ્રથમ પોસ્ટર લોન્ચ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1) ફિલ્મ વિશેની માહિતી

  • કોણ બનશે મોદી: યુવા અને નવા અભિનેતા અભય વર્માએ પીએમ મોદીનો રોલ પ્લે કર્યો છે.
  • ફિલ્મની વાર્તાઃ મોદીની આખી જિંદગી બતાવવાની જગ્યાએ તેમની કિશોરાવસ્થાના સાત વર્ષના અદભુત સંઘર્ષની સફર બતાવવામાં આવશે. આશરે 13થી લઈને 20 વર્ષની ઉંમર સુધીની મોદીની જિંદગી ફિલ્મમાં બતાવવામાં આવશે.
  • ફિલ્મ શૂટિંગ પૂર્ણઃ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં પૂરું કરી લેવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.
  • નો પોલિટિક્સ: ફિલ્મમાં પીએમના રાજકીય જીવનનું કોઈ ચેપ્ટર હશે નહીં. તેઓ નાનકડી ઉંમરમાં ક્યા કારણોસર સ્વયંની શોધમાં જોડાયા હતા, તેના પર જ ફોકસ કરવામાં આવ્યું છે.
  • કેવી રીતે ભેગી કરી કથા સામગ્રી?: રિસર્ચ સામગ્રી તેમના પર લખેલાં પુસ્તકો, મોદીના ઇન્ટરવ્યૂઝ, મોદીને બાળપણથી ઓળખનારા લોકો સાથે ચર્ચા કરીને તેના આધાર કથા સામગ્રી ભેગી કરવામાં આવી હતી.

આ ફિલ્મમાં યુનિવર્સલ અપીલ છે, આ એક મેસેજ છે. તેનું રિસર્ચ વર્ક કમાલનું છે. તેની વાર્તા યુવા વ્યક્તિના રૂપમાં આપણાં પીએમના જીવનમાં આવનારા અગત્યના વળાંક પર આધારિત છે. ફિલ્મની વાર્તા અત્યાર સુધી કોઈએ સાંભળી નથી. 

4) ફિલ્મ પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટરે શુંકહ્યું?

ફિલ્મ પ્રોડ્યૂસર મહાવીર જૈને કહ્યું હતું કે ‘મન બૈરાગી’'માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનની સફરનો એ ભાગ બતાવવામાં આવશે, જે અત્યાર સુધી પબ્લિકની સામે નથી આવ્યો. તેમને પૂરો વિશ્વાસ છે કે દેશના યુવા ફિલ્મ સાથે કનેક્ટ થશે અને તેનાથી તેમને પ્રેરણા પણ મળશે.

ફિલ્મ ડિરેક્ટર સંજય ત્રિપાઠીએ કહ્યું હતું કે આ ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે, જે ક્યારેક સ્વયંની શોધમાં નીકળ્યો હતો અને આ યાત્રાના વિવિધ તબક્કાથી પસાર થઈ તે આપણાં દેશના સૌથી મોટા નેતા બની ગયા.