ટીઝર / પ્રભાસની ફિલ્મ 'સાહો'નું ટીઝર રિલીઝ, જબરજસ્ત એક્શન સીન્સ જોવા મળ્યાં

prabhas film saaho teaser release, action packed movie hit the theater on 15th Aug

Divyabhaskar.com

Jun 13, 2019, 12:45 PM IST

મુંબઈઃ ફિલ્મ 'બાહુબલી' બાદ પ્રભાસની એક્શન થ્રિલર 'સાહો'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 1.39 મિનિટના આ ટિઝરની શરૂઆત ચીનના ગેટ વે ઓફ હેવનથી થાય છે. અહીંયા શ્રદ્ધા કપૂર તથા પ્રભાસ જોવા મળે છે. આ ટિઝરમાં મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડે પણ જોવા મળે છે. ટીઝરમાં ગન્સ તથા ગાડીઓની સાથે પ્રભાસની જબરજસ્ત એક્શન જોવા મળે છે. ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.

ટીઝરમાં બે સંવાદો
ટીઝરમાં બે સંવાદો સાંભળવા મળે છે અને બંને સંવાદો પ્રભાસ તથા શ્રદ્ધા કપૂર વચ્ચેના છે. 'સાહો'નું ડિરેક્શન સુજીથે કર્યું છે. ફિલ્મ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે. હિંદી સંવાદો અબ્બાસ દલાલ તથા હુસૈન દલાલે લખ્યા છે.

કેવું છે ટીઝર?
ટીઝરમાં એક્શન સીન્સને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ફિલ્મને ભારતની અત્યાર સુધીની બિગ એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ કહેવામાં આવી છે. ફિલ્મના ટીઝરથી વાર્તાનું અનુમાન લગાવી શકાય તેમ નથી. મેકર્સે ફિલ્મની વાર્તા પરનું સસ્પેન્સ કાયમ રાખ્યું છે. ટીઝર જોઈને એટલો જ ખ્યાલ આવે છે કે 15 ઓગસ્ટે થિયેટર્સમાં જબરજસ્ત એક્શન જોવા મળશે. મેકર્સે એક્શન સીન્સ પાછળ પુષ્કળ રૂપિયા ખર્ચ્યા છે. ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ્સ સારી છે અને બેકગ્રાઉન્ડ સ્કોર એક્શન સીક્વન્સને સૂટ કરે છે. દુબઈની બિલ્ડિંગ્સની વચ્ચે બાઈક ચેસિંગ સીક્વન્સ, હવા-પાણી તથા રણમાં શૂટ કરવામાં આવેલા ફાઈટ સીક્વન્સ ઈમ્પ્રેસિવ છે.

X
prabhas film saaho teaser release, action packed movie hit the theater on 15th Aug
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી