પોસ્ટર / પુલવામા હુમલાના શહીદોને ટ્રિબ્યુટ આપતા સોન્ગ ‘તુ દેશ મેરા’નું પોસ્ટર રિલીઝ

Poster released of Tu Desh Mera, Bollywood’s tribute song for the Pulwama attack martyrs

Divyabhaskar.com

Aug 14, 2019, 03:25 PM IST

બોલિવૂડ ડેસ્ક: 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. તે શહીદોની યાદમાં બોલિવૂડ સેલેબ્સે તેમને ગીત ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ‘તુ દેશ મેરા’ વીડિયો સોન્ગને અમિતાભ બચ્ચન, આમિર ખાન, કાર્તિક આર્યન, રણબીર કપૂર, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફ સહિત બીજા સેલેબ્સે રેકોર્ડ કર્યું છે. આ વીડિયો સોન્ગ 15 ઓગસ્ટે રિલીઝ થઇ શકે છે.

પોસ્ટરમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કાર્તિક આર્યન, રણબીર કપૂર, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફ દેખાઈ રહ્યા છે. તેમના સિવાય બીજા સેલેબ્સ પણ આ વીડિયો સોન્ગનો હિસ્સો બન્યા છે. આ વીડિયો માટે 14 એક્ટર્સને અપ્રોચ કરવામાં આવ્યા હતા. તેમાં દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, અજય દેવગણ, વિકી કૌશલ, અક્ષય કુમાર અને માધુરી દીક્ષિતને પણ અપ્રોચ કરાયા હતા.

‘હેપ્પી પ્રોડક્શન’ અને CRPFનો સજોડે પ્રયાસ
આ વીડિયો CRPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ)અને હેપ્પી પ્રોડક્શન વચ્ચે થયેલું કોલબરેશન છે. તેમાં CRPFના જવાનોની લાઈફને બતાવવામાં આવી છે અને તેનું શૂટિંગ દેશના વિવિધ લોકેશન પર થયું છે.

X
Poster released of Tu Desh Mera, Bollywood’s tribute song for the Pulwama attack martyrs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી