ગુજરાતી સિનેમા / આરોહી પટેલ અને મૌલિક નાયક સ્ટારર ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, લીડ એક્ટર તરીકે મૌલિકની પહેલી ફિલ્મ

Poster release of Aarohi Patel and Maulik Nayak starer film Montu ni Bittu

Divyabhaskar.com

Jul 19, 2019, 07:08 PM IST

બોલિવૂડ ડેસ્ક: ‘વિજયગીરી ફિલ્મોસ’ દ્વારા પ્રોડ્યુસ થયેલી અને આરોહી પટેલ તથા મૌલિક નાયક સ્ટારર અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’નું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં મૌલિક નાયક પહેલીવાર લીડ એક્ટર તરીકે જોવા મળશે. આ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મને ‘મહોતું’ ફેમ લેખક રામ મોરીએ લખી છે. વિજયગીરી બાવા ફિલ્મના ડિરેક્ટર છે. તેમણે અગાઉ ‘પ્રેમજી: રાઈઝ ઓફ અ વૉરિયર’ અને ‘મહોતું’ શોર્ટ ફિલ્મને ડિરેક્ટ કરી હતી.

‘મોન્ટુની બિટ્ટુ’નું ટીઝર
આરોહી પટેલ અને મૌલિક નાયક સ્ટારર ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મનું ટીઝર અગાઉ રિલીઝ થઇ ચૂક્યું છે. અમદાવાદની પોળમાં આકાર લેતી આ સ્ટોરીમાં હેમાંગ શાહ ટિપિકલ અમદાવાદી બોલીમાં ‘મોન્ટુ’ (મૌલિક નાયક) વિશે જણાવે છે કે, આ પોળનો મોન્ટુ. સંકટ સમયની સાંકળ. જ્યારે પોળની બિટ્ટુ (આરોહી પટેલ) માટે કહેવાય છે કે તે ખાલી પોળની જ નહીં પણ મોન્ટુની પણ છે, પણ બિટ્ટુનો મોન્ટુ નથી. વળી, આમાં ત્રીજા કોઈકની વાત કરીને લવ ટ્રાયેંગલની પણ હિન્ટ અપાય છે. હવે આ લવ સ્ટોરી હકીકતમાં લવ સ્ટોરી સાબિત થાય છે કે પછી હીરો ફ્રેન્ડ ઝોન થઇ જાય છે એ તો ફિલ્મમાં જ ખબર પડશે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં આરોહી અને મૌલિકની સાથે ‘પ્રેમજી’ ફેમ મેહુલ સોલંકી, પિંકી પરીખ, હેપ્પી ભાવસાર, હેમાંગ શાહ, વિશાલ વૈશ્ય, કિરણ જોષી અને બંસી રાજપૂત પણ સામેલ છે. આ ફિલ્મ લેખક રામ મોરીની પહેલી ફિલ્મ છે, જ્યારે ફિલ્મનો સ્ક્રીનપ્લે તેણે પ્રાર્થી ધોળકિયા અને વિજયગીરી બાવા સાથે મળીને લખ્યો છે.

વર્કિંગ ટુગેધર અગેઇન
‘વિજયગીરી ફિલ્મોસ’ની આ 2015ની ફિલ્મ ‘પ્રેમજી: રાઈઝ ઓફ અ વૉરિયર’ પછીની બીજી ફિલ્મ છે. ઉપરાંત તેમણે ‘મહોતું’ નામની રામ મોરીની બુકની એક વાર્તા પરથી એ જ નામની શોર્ટ ફિલ્મનું પણ પ્રોડક્શન કર્યું છે. ફિલ્મમેકર વિજયગીરીની ફિલ્મ ‘પ્રેમજી’થી જ આરોહી પટેલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. યાને કે ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મથી આરોહી પટેલ ડિરેક્ટર વિજયગીરી સાથે ફરી પાછી કામ કરી રહી છે. ઉપરાંત લેખક-ડિરેક્ટર ડ્યુઓ રામ મોરી અને વિજયગીરી પણ આ ફિલ્મમાં ‘મહોતું’ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ સિવાય એક્ટર મેહુલ સોલંકી પણ એક્ટ્રેસ આરોહી અને ડિરેક્ટર વિજયગીરી સાથે ‘પ્રેમજી’ ફિલ્મ બાદ ફરી ઓન બોર્ડ થયો છે. ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મમાં મેહુલ પેઈન્ટર ‘અભિનવ મુન્શી’ના ગ્રે શેડ કેરેક્ટરમાં જોવા મળશે. ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મમાં મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે.

ફિલ્મનું ટ્રેલર અને તેની રિલીઝ ડેટ થોડા દિવસોમાં જાહેર થશે.

X
Poster release of Aarohi Patel and Maulik Nayak starer film Montu ni Bittu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી