તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ સ્વ. રાજકપૂરના 71 વર્ષીય દીકરી રીતુ નંદાનું 13 જાન્યુઆરીની રાત્રે નિધન થયું હતું. તેમને છેલ્લાં ઘણાં સમયથી કેન્સર હતું. કપૂર પરિવારના મોટા ભાગના સભ્યો ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલા છે. જોકે, રીતુ નંદા આમાં અપવાદ હતાં. તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળતા હતાં. તેમના ત્રણ ભાઈઓ રણધીર, રીષિ તથા રાજીવે બોલિવૂડમાં કામ કર્યું છે પરંતુ રીતુએ 1969માં લગ્ન કરી લીધા હતાં. રીતુએ એસ્કોર્ટ લિમિટેડના પૂર્વ પ્રમુખ સ્વ. રાજન નંદા સાથે લગ્ન કર્યાં હતાં.
ઉદ્યોગપતિના પત્ની અને બોલિવૂડના જાણીતા કલાકારની દીકરી હોવા છતાંય રીતુએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. રીતુ દેશના બેસ્ટ ઈન્સ્યોરન્સ એડવાઈઝર તરીકે જાણીતા હતાં અને તેમને અનેક અવોર્ડ્સ પણ મળ્યાં હતાં.
રીતુ નંદાએ શરૂઆતમાં ‘નીકીતાશા’ નામની કિચન અપ્લાયન્સ કંપની શરૂ કરી હતી પરંતુ આમાં તેઓ સફળ રહ્યાં નહોતાં. ત્યારબાદ તેઓ ઈન્સ્યોરન્સ એજન્ટ બન્યાં હતાં. તેઓ ‘રીતુ નંદા ઈન્સ્યોરન્સ સર્વિસ’ના સીઈઓ હતાં. રીતુએ માત્ર એક જ દિવસમાં 17 હજાર પોલિસી વેચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેમનું નામ ગિનીઝ વર્લ્ડ ઓફ બુકમાં સામેલ છે. તેમણે પિતા પર એક બુક ‘રાજ કપૂરઃ ધ વન એન્ડ ઓન્લી શોમેન’ લખી હતી.
રીતુ નંદાના પતિ રાજન નંદાનું વર્ષ 2018, ઓગસ્ટમાં નિધન થયું હતું. આ જ વર્ષે ઓક્ટોબરમાં રીતુ નંદાનાં માતા ક્રિષ્ના રાજ કપૂરનું નિધન થયું હતું.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.