• Gujarati News
  • National
  • Pati Patni Aur Woh: Kartik Aaryan Said, ‘We Didn’t Realise It When We Were Doing It’

હવે, કાર્તિક આર્યને ‘પતિ પત્ની ઔર વો’ના મેરિટલ રેપ સીન પર સ્પષ્ટતા કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1) શું હતો સીન?

ફિલ્મના ટ્રેલરના એક સીનમાં કાર્તિક આર્યન તેના મિત્રનો રોલ પ્લે કરનાર અપારશક્તિ ખુરાનાને પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર અંગે કહેતો હોય છે, ‘બીવી સે સેક્સ માગ લે તો હમ ભિખારી. બીવી કો સેક્સ ના દે તો હમ અત્યાચારી... ઔર કિસી તરહ જુગાડ લગા કે ઉસસે સેક્સ હાસિલ કર લે ના તો બલાત્કારી ભી હમ હી હૈં.’ આ સીનને લઈ સોશિયલ મીડિયામાં ખાસ્સો એવો વિવાદ થયો હતો. 

કાર્તિક આર્યને કહ્યું હતું કે જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમણે કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચે તેમ કરવું જોઈએ નહીં અને તેમણે તરત જ આ સીન હટાવી લીધો હતો. સામાન્ય રીતે ફિલ્મ્સમાં આવું કરવામાં આવતું નથી. કાર્તિકે આગળ કહ્યું હતું કે તેમણે આની સંપૂર્ણ જવાબદારી લીધી હતી, કારણ કે તેમણે આ જાણી જોઈને કર્યું નહોતું. તેમને પછી ખ્યાલ આવ્યો કે તેમણે આ શબ્દનો (રેપ) આ રીતે ઉપયોગ કરવા જેવો નહોતો અને તેમાં તરત જ ફેરફાર કરવામાં આવ્યો હતો. તેઓ ચાહકોની લાગણીને ઠેસ પહોંચાડવા માગતા નહોતાં.

4) કાર્તિક આર્યને શું કહ્યું?

કાર્તિકે આગળ કહ્યું હતું કે ટ્રેલરમાં તે ડાયલોગ હાઈ-લાઈટ કરવામાં આવ્યો હતો પરંતુ ટીમમાંથી કોઈને પણ ખ્યાલ નહોતો કે તેનો અર્થ આવો પણ થઈ શકે છે. જ્યારે આ સીનનું શૂટિંગ કરવામાં આવ્યું ત્યારે પણ કોઈને આ વાત સમજાઈ નહોતી. ટીમે ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં અનેક લોકોને બતાવ્યું હતું અને કોઈએ પણ આ સીન સામે આંગળી ચીંધી નહોતી. તેઓ કોઈની પણ ભાવનાને આહત કરવા માગતા નહોતાં. 

આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં ભૂમિ પેડનેકરે સ્પષ્ટતા આપતા કહ્યું હતું, ‘જો અમે કોઈને લાગણી દુભાવી હોય તો અમે માફી માગીએ છીએ. કારણ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો. ‘પતિ પત્ની ઔર વો’ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના વિચારો ધરાવતો નથી.’

7) આ પહેલાં ભૂમિ પેડનેકર માફી માગી હતી

આ ફિલ્મ 1978ની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રિમેક છે. આ રિમેકના ડિરેક્ટર મુદસ્સર અઝીઝ છે અને પ્રોડ્યૂસર ભૂષણ કુમાર છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. આ જ દિવસ અર્જુન કપૂર, ક્રિતિ સેનન તથા સંજય દત્તની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘પાણીપત’ પણ રિલીઝ થઈ રહી છે. 

9) ‘પાણીપત’ સાથે ટકરાશે

અન્ય સમાચારો પણ છે...