ફેમિલી / પ્રિયંકા સાથે કામ કરવા બાબતે પરિણીતીએ, અમને એક્શન ફિલ્મમાં સાથે કામ કરવું ગમશે

Parineeti Chopra on working with Priyanka Chopra: We'd love to work in an action film together

Divyabhaskar.com

Jul 12, 2019, 07:18 PM IST

બોલિવૂડ ડેસ્ક: પરિણીતી ચોપરા હાલ તેની આગામી ફિલ્મ ‘જબરીયા જોડી’નું પ્રમોશન કો-એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરી રહી છે. ફિલ્મમાં પરિણીતીના દેશી લુકના ઘણા વખાણ થયા છે. ફિલ્મના સોન્ગની લોન્ચ ઇવેન્ટ દરમ્યાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે ઇન્ડસ્ટ્રીની નેક્સ્ટ ‘દેશી ગર્લ’ બનવાના રસ્તે છે? સ્વાભાવિક છે કે, પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરાનું ‘દોસ્તાના’ ફિલ્મમાં ‘દેશી ગર્લ’ સોન્ગ હતું અને ત્યારબાદથી જ પ્રિયંકાને ‘દેશી ગર્લ’ પણ કહેવામાં આવે છે. પરિણીતાએ નેક્સ્ટ દેશી ગર્લ બનાવના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ‘હું શું કહું? મને લાગે છે કે દુનિયામાં, ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક જ દેશી ગર્લ હોઈ શકે છે. હું તેમને (પ્રિયંકા) હરીફાઈ આપવા માટે પ્રયન્ત પણ નહીં કરું. મને કહેવું ગમશે કે, અહીંયા એક જ દેશી ગર્લ છે અને તેમની જગ્યા કોઈ લઇ શકે એમ નથી.’

બન્ને બહેનોની એક્શન ફિલ્મમાં સાથે કામ કરવાની ઈચ્છા
પરિણીતી ચોપરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેના પ્રિયંકા સાથે કામ કરવાના કોઈ ભવિષ્યના પ્લાન છે કે નહીં? આ સવાલના જવાબમાં પરિણીતીએ કહ્યું કે, ‘આ બિલકુલ છે જ, જો સ્ક્રિપ્ટ યોગ્ય હોય તો.’ તેણે ઉમેર્યું કે, ‘મેં હમણાં જ કહ્યું હતું કે, જો કોઈ પ્રોડ્યૂસર્સ કે ડિરેક્ટર્સ એક્શન ફિલ્મ બનાવી રહ્યા હોય તો અમને બન્નેને તેવી ફિલ્મમાં સાથે કામ કરવું ખૂબ જ ગમશે. અમે બન્નેએ ઘણીવાર સાથે કામ કરવા બાબતે વાત કરી છે પણ સ્ક્રિપ્ટ યોગ્ય હોવી જોઈએ.’

X
Parineeti Chopra on working with Priyanka Chopra: We'd love to work in an action film together
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી