પ્રતિક્રિયા / ‘પાણીપત’ના વિવાદ પર ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે કહ્યું, ફિલ્મ જોયા બાદ બધાને જવાબ મળી જશે

Panipat Controversies Ashutosh Gowariker said, Watch it Before Forming Perceptions
X
Panipat Controversies Ashutosh Gowariker said, Watch it Before Forming Perceptions

Divyabhaskar.com

Dec 01, 2019, 06:53 PM IST
મુંબઈઃ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે પોતાની ફિલ્મ ‘પાણીપત’ને લઈ ચાલતા વિવાદ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને લાગે છે કે લોકોએ ફિલ્મ જોવાની જરૂર છે. ફિલ્મ જોયા બાદ જ ફિલ્મને લગતા સવાલો તથા નારાજગીના જવાબ મળી જશે. આ ફિલ્મ જોયા બાદ તેમને અહેસાસ થશે કે આ એક સારા ઈરાદાથી બનાવવામાં આવેલી એક સારી ફિલ્મ છે.

ફિલ્મને લઈ ત્રણ મોટા વિવાદ

1. અફઘાન કમ્યુનિટીએ નારાજગી વ્યક્ત કરી

ફિલ્મનું ટ્રેલર ચાર નવેમ્બરે રિલીઝ થયું હતું. ફિલ્મની વાર્તા પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે, જે પેશવા બાજીરાવના ભાઈ ચિમાજી અપ્પાના દીકરા સદાશિવ રાવ ભાઉ તથા અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અફઘાન કમ્યુનિટીએ ફિલ્મમાં અહમદ શાહ અબ્દાલીને જે રીતે બતાવવામાં આવ્યો છે, તેને લઈ નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે અહમદ શાહ અબ્દાલી તેમનો હિરો છે અને તેને તેઓ શાહબાબા કહીને બોલાવે છે. તેથી આ પાત્ર સાથે છેડછાડ થવી જોઈએ નહીં.

2. વાર્તા ચોરીનો આક્ષેપ

ફિલ્મમેકર્સ પર વાર્તા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના જાણીતા સાહિત્યકાર વિશ્વાસ પાટિલે ગોવારિકર, પ્રોડ્યૂસર રોહિત શેલાટકર તથા રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ પર કેસ દાખલ કર્યો છે. પાટિલે કહ્યું હતું કે રોહિત શેલાટકરના પ્રતિનિધિ સંજય પાટિલે આ નોવેલના રાઈટ્સ માગ્યા હતાં અને કહ્યું હતું કે ફિલ્મ આની પર આધારિત હશે. જોકે, પછી મેકર્સે રાઈટ્સ ખરીદ્યા વગર જ નોવેલમાંથી બેઠી ઉઠાંતરી કરી લીધી છે. નોવેલમાં લખેલા સંવાદો પણ એમ ને એમ ફિલ્મમાં રાખવામાં આવ્યા છે. વકીલે કોર્ટમાં મેકર્સ વિરુદ્ધ વાર્તા ચોરવાનો આક્ષેપ કરીને સાત કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. 

3. ડાયલોગને લઈ વિવાદ

પેશવા બાજીરાવના વંશજે ફિલ્મની એક્ટ્રેસ ક્રિતિ સેનને બોલેલા સંવાદ ‘મૈંને સુના હૈં પેશવા અકેલે મુહિમ પર જાતે હૈં તો એક મસ્તાની સાથ લે આતે હૈં’ પર વિરોધ પ્રગટ કર્યો હતો.
નવાબઝાદાએ વાતચીતમાં કહ્યું હતું કે ફિલ્મનો સંવાદ વિવાદિત તથા ઘણો જ આપત્તિજનક છે. જે રીતે આ સંવાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનાથી મરાઠા ઈતિહાસથી અજાણ યુવાઓની સામે માત્ર મસ્તાનીની જ નહીં પરંતુ પેશવાની પણ ખોટી ઈમેજ બંધાય છે. મસ્તાનીબાઈ પેશવા બાજીરાવની પત્ની હતી, કોઈ બીજી સ્ત્રી નહોતી. નવાબઝાદાએ આગળ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં આ સંવાદ જોઈને જ તેમણે પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટરને નોટિસ મોકલીને જરૂરી ફેરફાર કરવાનું કહ્યું હતું અને જો તેઓ પ્રતિક્રિયા નહીં આપે તો તે તેમની વિરુદ્ધ કોર્ટમાં જશે. 

6 ડિસેમ્બરે રિલીઝ થશે

‘પાણીપત’ના ત્રીજા યુદ્ધ પર આધારિત આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં અર્જુન કપૂર પેશવા સદાશિવ રાવ ભાઉની ભૂમિકામાં છે, ક્રિતિ સેનન તેની પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સંજય દત્તે ફિલ્મમાં અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલીનો રોલ પ્લે કર્યો છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી