ઓસ્કર 2020 / 10 વર્ષ બાદ એકેડમી અવોર્ડ્સના સ્ટેજ પર ભારતીય પરફોર્મ કરતો જોવા મળ્યો, પ્રેઝન્ટર અને એક્ટર ઉત્કર્ષ અંબુડકરે પરફોર્મ કર્યું

Oscar awards| 92nd academy awards| Utkarsh Ambodkar| Oscar presenter

Divyabhaskar.com

Feb 11, 2020, 10:04 AM IST

હોલિવૂડ ડેસ્ક: 92મા એકેડમી અવોર્ડ્સમાં સતત 18માં વર્ષે પણ ભારતને કોઈ જીત હાંસલ થઇ નથી. પરંતુ 2009માં એ.આર. રહેમાનના પરફોર્મન્સ બાદ 2020માં ફરીવાર એક ભારતીય અવોર્ડ સેરેમનીમાં પહોંચ્યો છે. સેરેમની દરમ્યાન ભારતવંશી એક્ટર ઉત્કર્ષ અંબુડકરે પરફોર્મ કર્યું છે. તે શોમાં પ્રેઝન્ટર તરીકે હાજર રહ્યો હતો.

અમેરિકન એક્ટર ઉત્કર્ષ
36 વર્ષીય ઉત્કર્ષે સેરેમની દરમ્યાન સ્ટેજ પર ફ્રીસ્ટાઇલ રેપ પરફોર્મ કર્યું હતું. ભારતવંશી ડોક્ટર સુરેશ વી અંબુડકરનો દીકરો ઉત્કર્ષ ફ્રીસ્ટાઇલ લાઈવ પરફોર્મન્સ ગ્રુપ (ફ્રીસ્ટાઇલ લવ સુપ્રીમ)નો મેમ્બર છે. તે ‘પિચ પરફેક્ટ’, ‘રાઈડ અલોન્ગ 2’ જેવી હિટ હોલિવૂડ ફિલ્મોમાં દેખાયો હતો.

‘મને મારાં નામ પર ગર્વ છે’
અંગ્રેજી વેબસાઈટ GQને આપેલ ઇન્ટરવ્યૂમાં ઉત્કર્ષને સવાલ કરવામાં આવ્યો કે હતો કે તેણે હોલિવૂડ માટે નામ કેમ ન બદલ્યું? તો તેણે કહ્યું હતું કે, એવું ક્યારેય નથી થયું કે મારે મારું નામ બદલવું પડે કે નાનું કરવું પડે. મને મારાં નામ અને માતાપિતા પર ગર્વ છે અને જો હું સતત કામ કરતો રહીશ તો લોકો મને ઓળખી જશે.

X
Oscar awards| 92nd academy awards| Utkarsh Ambodkar| Oscar presenter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી