તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન પછી પહેલીવાર નુસરત જહાંએ ત્રીજ મનાવી, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડીને પહેલીવાર સાંસદ બનેલી બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ નુસરત જહાંએ 19 જૂને લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેણે પહેલીવાર ત્રીજ મનાવી હતી. આ ત્રીજ સેલિબ્રેશનના અમુક ફોટો નુસરતે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. તેણે પતિ નિખિલ જૈન સાથે શેર કરેલ ફોટોમાં કેપ્શન લખ્યું હતું કે, ‘મારાં પહેલા સિંધારાને ખાસ બનાવવા માટે ખૂબ આભાર.’

           

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ 
નુસરતે શેર કરેલ ફોટો પર ઘણી નફરતવાળી કોમેન્ટ્સ આવી હતી. એક યુઝરે લખ્યું કે, તમે હિન્દુ છો કે મુસ્લિમ? તો અન્ય એક યુઝરે લખ્યું કે, શરમ ન આવી, ઇસ્લામનો સંદેશો ભૂલી ગયા કે શું? બીજા એક યુઝરે લખ્યું કે, મુસ્લિમ થઈને હિન્દુની જેમ સેથો પૂરે છે, તમને શરમ આવવી જોઈએ.
 
 
 
નુસરતનો પતિ નિખિલ જૈન કોલકાત્તાનો જાણીતો બિઝનેસમેન છે. તેને ટેક્સ્ટાઇલનો બિઝનેસ છે. નુસરત તેની ટેક્સ્ટાઇલ બ્રાન્ડ ‘રંગોલી’ની બ્રાન્ડ એમ્બેસેડર છે. નુસરતે પશ્ચિમ બંગાળની બશીરહાટ સીટ પરથી 3.5 લાખ વોટનાં માર્જિનથી લોકસભાની ચૂંટણી જીતી હતી. ચૂંટણી જીત્યાં બાદ નુસરત જ્યારે પહેલીવાર સંસદ પહોંચી હતી ત્યારે પણ લોકોએ તેને કપડાંને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરી હતી.
 
 
 
 

અન્ય સમાચારો પણ છે...