ખુલાસો / નુશરત ભરૂચાએ કહ્યું, ‘મારાં ગુડ લુક્સને કારણે મને સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ ન મળી’

Nushrat Bharucha said, Due to my good looks, I did not get a Slumdog Millionaire film

Divyabhaskar.com

Sep 11, 2019, 06:15 PM IST

બોલિવૂડ ડેસ્ક: નુશરત ભરૂચા ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફિલ્મો બાદ ઘણી લોકપ્રિય બની ગઈ. તેણે 2006માં બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. નુશરતે જણાવ્યું કે તેને ઓસ્કર અવોર્ડ વિનર ફિલ્મ તેના ગુડ લુક્સને કારણે મળી ન હતી. તેને જણાવ્યું કે તે સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે શોર્ટ લિસ્ટેડ થઇ હતી. તેણે ફિલ્મના લતિકાના રોલ માટે ઓડિશન આપ્યું હતું. મેકર્સ તેની એક્ટિંગથી ઈમ્પ્રેસ થઇ ગયા હતા તેમ છતાં નુશરતને આ ફિલ્મ મળી ન હતી.

નુશરતને આ ફિલ્મ ન મળી કારણકે તે સુંદર દેખાતી હતી. ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં લીડ એક્ટ્રેસનો રોલ એક ગરીબ છોકરી તરીકેનો હતો. ફિલ્મમેકર્સે તેને સમજાવી કે તેની એક્ટિંગ તેઓને ખૂબ પસંદ પડી છે પણ તેઓને એક એવી એક્ટ્રેસ જોઈએ છે જે સ્લમ વિસ્તારની છોકરી જેવી દેખાઈ. તેણે કહ્યું કે કઈ રીતે આખી ટીમે તેની પાસે બેસીને સમજાવી કે, તેનો ચાર્મ અને તેનો દેખાવ એક ગરીબ છોકરીના રોલમાં ફિટ બેસતો નથી. આખરે આ રોલ ફ્રીડા પિન્ટોને આપવામાં આવ્યો.

હાલ નુશરત ભરૂચા તેની અપકમિંગ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પહેલીવાર તે આ ફિલ્મથી આયુષ્માન ખુરાના સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.

X
Nushrat Bharucha said, Due to my good looks, I did not get a Slumdog Millionaire film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી