ચર્ચા / સચિન ચૌધરી ‘બાલા’માં આયુષ્માન ખુરાનાના નાનપણના રોલમાં જોવા મળ્યો

Sachin Chowdhury plays Ayushman Khurana's minor role in 'Bala'
X
Sachin Chowdhury plays Ayushman Khurana's minor role in 'Bala'

Divyabhaskar.com

Nov 11, 2019, 10:00 AM IST
મુંબઈઃ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ 8 નવેમ્બરે રિલીઝ થઈ છે. આ ફિલ્મે બે દિવસમાં 25 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી છે. ફિલ્મમાં આયુષ્માનના બાળપણનો રોલ સચિન ચૌધરીએ પ્લે કર્યો છે. સચિનના રોલના પણ વખાણ કરવામાં આવ્યા છે.

કોણ છે સચિન ચૌધરી?

1. મૂળ રાજસ્થાનનો

સચિન ચૌધરી મૂળ જયપુર, રાજસ્થાનનો છે. તે પોતાની મિમિક્રી તથા ડાન્સિંગ ટેલેન્ટને કારણે લોકપ્રિય છે. ફિલ્મમાં કામ કરતાં પહેલાં સચિને રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. સચિને ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ્સ’ની ત્રીજી સિઝનમાં ભાગ લીધો હતો. સચિન આ શોના જજ ગીતા કપૂર તથા અહમદ ખાન તથા ગ્રાન્ડ માસ્ટર મિથુન ચક્રવર્તીનો ફેવરિટ હતો.

2. રિયાલિટી શો દરમિયાન ચાહકોને એન્ટરટેઈન કર્યાં

સચિન ચૌધરીને માત્ર જજ જ નહીં શોમાં આવતા બોલિવૂડ સેલેબ્સ પણ ઘણાં જ પસંદ કરતાં હતાં. સચિન શોમાં માત્ર ડાન્સ જ નહોતો કરતો પરંતુ કોમેડી તથા મિમિક્રી પણ કરતો હતો. તે પોતાની ફની વાતો તથા હરકતોથી ચાહકોને હસાવતો રહેતો હતો. 

3. હાલમાં જ આ સિરિયલમાં જોવા મળ્યો હતો

સચિન ચૌધરી જાહેરાતો ઉપરાંત ટીવી સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’માં જોવા મળ્યો હતો. 

શું છે ‘બાલા’ની સ્ટોરી?

ફિલ્મમાં આયુષ્માન ખુરાના ઉપરાંત ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, સીમા પાહવા તથા સૌરભ શુક્લા છે. ફિલ્મનું ડિરેક્શન અમર કૌશિકે કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન વાળની સમસ્યાથી પીડાતો હોય છે અને તેને કારણે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે ભૂમિ પેડનેકર ડાર્ક સ્કીનની હોવા છતાંય તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ છે, જ્યારે યામી ગૌતમ ટિક ટોક સ્ટાર હોય છે અને તેના માટે દેખાવ જ બધું હોય છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી