વિવાદ / પાકિસ્તાનમાંથી પરત ફરતાં વાઘા બોર્ડર પર મીકા સિંહે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

Returning from Pakistan, Mika Singh shouted slogans of 'Bharat Mata Ki Jai' on Wagah border.

Divyabhaskar.com

Aug 16, 2019, 06:24 PM IST

મુંબઈઃ બોલિવૂડ સિંગર મીકા સિંહે પાકિસ્તાનમાં આયોજીત એક લગ્નમાં પર્ફોર્મન્સ આપ્યું હતું અને ત્યારબાદથી ચારેબાજુથી તેની ટીકા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં તેને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)એ પણ સિંગરની સાથે કામ કરવા પર બૅન મૂક્યાની જાહેરાત કરી હતી. હવે, મીકા સિંહ ભારત પરત આવી ગયો છે.

મીકાએ એક વીડિયો શૅર કર્યો
મીકા પાકિસ્તાનથી ભારત ક્યારે આવ્યો, તેની કોઈ માહિતી નથી. જોકે, મીકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. વીડિયોમાં પાકિસ્તાનથી ભારત આવતા મીકાએ વાઘા બોર્ડર પર ભારત માતા કી જયના નારા લગાવ્યાં હતાં. મીકાએ આ વીડિયો 15 ઓગસ્ટના રોજ ટ્વિટર પર શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને મીકાએ કહ્યું હતું, ભારત માતા કી જય. પ્રેમભર્યાં સ્વાગત માટે તમામનો આભાર. ફરી એકવાર સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. આપણા જવાનોને સેલ્યુટ. આપણાં જીવનને સુખમય બનાવવા માટે જવાનો એક પણ તહેવાર સેલિબ્રેટ કરતાં નથી. જય હિંદ. જોકે, આ વીડિયો શૅર કર્યાં બાદ યુઝર્સ ખુશ થયા નહોતાં. એક યુઝરે કહ્યું હતું, હવે શું ફાયદો, તારું કરિયર તો ગયું, પાકિસ્તાનમાં પર્ફોર્મ કર્યાં બાદ. તો અન્ય એક યુઝરે કહ્યું હતું, ડેમેજ થઈ ચૂક્યું છે.

વીડિયો પર કેમ વિવાદ થયો હતો?
થોડાં દિવસ પહેલાં મીકા સિંહનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં સિંગર પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના સંબંધીના લગ્નમાં પર્ફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે મીકાના પર્ફોર્મન્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેને ટ્રોલ પણ કર્યો હતો. આટલું જ નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી મીકાને બૅન કરવાની પણ ડિમાન્ડ કરવામાં આવી હતી.

X
Returning from Pakistan, Mika Singh shouted slogans of 'Bharat Mata Ki Jai' on Wagah border.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી