રાહત / તનુશ્રી દત્તા કેસમાં મુંબઈ પોલીસે નાના પાટેકરને ક્લીન ચિટ આપી

metoo, tanusharee dutta case, Mumbai police gave clean chit to nana patekar

Divyabhaskar.com

Jun 13, 2019, 05:06 PM IST

મુંબઈઃ તનુશ્રી દત્તાએ ગયા વર્ષે એક્ટર નાના પાટેકર વિરૂદ્ધ એક જૂના મામલે યૌન શોષણનો આરોપ લગાવીને મીટૂ અભિયાનની શરૂઆત કરી હતી. તનુશ્રીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં તપાસ પણ કરી હતી. હવે, પોલીસને આ તપાસમાં નાના પાટેકર વિરૂદ્ધ એક પણ પુરાવો મળ્યો નથી. પોલીસે આ કેસમાં 'બી રિપોર્ટ' ફાઈલ કર્યો છે. આ રિપોર્ટ ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે પોલીસને ફરિયાદ વિરૂદ્ધ એક પણ પુરાવા મળે નહીં. પોલીસે આ કેસની વધુ તપાસ કરવાની ના પાડી દીધી છે.નોંધનીય છે કે સપ્ટેમ્બર, 2018માં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો.

તનુશ્રીએ કહી આ વાત
નાના પાટેકરને ક્લીન ચિટ મળતાં જ તનુશ્રી દત્તાએ પ્રતિક્રિયા આપી હતી. તનુશ્રીએ કહ્યું હતું, 'ભ્રષ્ટ તંત્ર તથા પોલીસે વધુ ભ્રષ્ટ વ્યક્તિ નાના પાટેકરને ક્લીન ચીટ આપી છે. જેના પર ભૂતકાળમાં ઈન્ડસ્ટ્રીઝની કેટલીક મહિલાઓએ પજવણી અને ધાકધમકીના આરોપો મૂક્યા હતાં.'

નાના પર તનુશ્રીએ આ આરોપો લગાવ્યા હતાં
ગયા વર્ષે તનુશ્રીએ નાના પાટેકર પર ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર ખોટી રીતે તેને સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં તનુશ્રીએ વર્ષો જૂના આ મામલે કહ્યું હતું, 'વર્ષ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને ગીતના સ્ટેપ્સ શીખવવાના બહાને ખોટી રીતે ટચ કરી હતી. તેણે ઘણી જ અશ્લીલ રીતે મને સ્પર્શ કર્યો હતો.' નાનાની આ હરકત બાદ તનુશ્રી ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેના સ્થાને રાખી સાવંતને લેવામાં આવી હતી.

X
metoo, tanusharee dutta case, Mumbai police gave clean chit to nana patekar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી